પ્રદર્શન ગ્રાઉન્ડમાં કાટ-છાપનો જુગાર રમતી ત્રિપુટી ઝબ્બે

  • July 21, 2023 10:59 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બાતમીના આધારે દરોડો : ૧૧ હજારની રોકડ કબ્જે

જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં સિકકો ઉછાળીને જુગાર રમતા ત્રણ શખ્સોને ૧૧ હજારની મત્તા સાથે સીટી-એ પોલીસે પકડી લીધા હતા.
જામનગર જીલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુએ પ્રોહી જુગારના કેશો શોધવા સુચના આપેલ હોય તેમજ નાયબ પોલીસ અધિક્ષક મહેન્દ્રસિંહ સોલંકીના માર્ગદર્શન મુજબ સીટી-એ ડીવીઝન પીઆઇ એન.એ. ચાવડાની સુચનાથી સર્વેલન્સ સ્કોડના પીએસઆઇ બી.એસ. વાળા સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી જુગાર અંગે પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન પો.કોન્સ રવીભાઇ શર્મા તથા વિજયભાઇ કાનાણીને સંયુકત બાતમી મળેલ કે જામનગર પ્રદર્શન ગ્રાઉન્ડમાં અમુક ઇસમો જાહેરમાં ગોળ કુંડાળુ વાળી સિકકા ઉછાળી કાટછાપની બોલી બોલી પૈસાનજી હારજીતનો જુગાર રમે છે.
તેવી હકીકત આધારે રેઇડ કરતા આરોપી છગન ભીમા ભાંભી રહે. લાખાબાવળ, પાણીના ટાંકા પાસે, ગોવિંદ ઉર્ફે કારીયો ખીમજી સિંધવ રહે. ઇન્દીરા કોલોની કોમલનગર ઢાળીયાપાસે મહાકાળી સર્કલ, રમેશ કરશન મકવાણા રહે. લાખાબાવળવાળાઓ પકડાઇ આવેલ અને આરોપીઓ પાસેથી રોકડા ૧૧૧૬૧ ના મુદામાલ સાથે પકડી પાડી હેડ કોન્સ દેવાયતભાઇ કાંબરીયાએ ધોરણસરની કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application