ખારચીયા પાસે બે બાઇક સામસામે અથડાતા યુવાનનું મોત: ઇજાગ્રસ્ત પ્રૌઢ સારવારમાં

  • December 27, 2023 01:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ તાલુકાના ખારચીયા ગામે બે બાઇક સામસામે ટકરાતા આ અકસ્માતમાં બે વ્યકિતને ઇજા પહોંચી હતી.જેથી તેમને સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં.જેમાં ગંભીર રીતે ઘવાયેલા મૂળ એમ.પી યુવાનનું સારવાર કારગત નીવડે તે પૂર્વે મોત થયું હતું.બનાવ અંગે પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.
​​​​​​​
અકસ્માતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ,ખારચીયા ગામની સીમમાં વાડીએ રહેતો અને અહીં ખેતમજુરીનું કામ કરનાર રાકેશ રેમસીંગ હટીલા(ઉ.વ ૨૩) ગઇકાલે બાઇક લઇને જતો હતો ત્યારે ગામ નજીક સામેથી આવી રહેલા ખારચીયા ગામમાં જ રહેતા ચન્દ્રકાંત તુલસીરામ મંડલી(ઉ.વ ૪૭) ના બાઇક સાથે ટક્કર થતા બંનેને ઇજા પહોંચતા સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં.જેમાં ગંભીર રીતે ઘવાયેલા યુવાન રાકેશ હટીલાનું મોત થયું હતું. અકસ્માતની આ ઘટના અંગે વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, અકસ્માતમાં મોતને ભેટનાર યુવાન રાકેશ મૂળ એમ.પીનો વતની છે અને અને તે કુંવારો છે.દિવાળી સમયે તે અહીં ખારચીયા ગામની સીમમાં હરિભાઇની વાડીએ ખેતમજુરી કરવા માટે આવ્યો હતો.ગઇકાલે તે હોટલેથી પાણી ભરી વાડીએ જતો હતો જયારે ખારચીયામાં રહેતા ચંદ્રકાંતભાઇ પોતાના ઘરેથી હલેન્ડા ગામે જતા હતા દરમિયાન બંન્નેના બાઇક સામસામે અથડાતા આ અકસ્માતની આ ઘટના બની હતી.આ મામલે પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application