કુવાડવા રોડ પર આવેલા રાજકોટ તાલુકાના ચાંચડીયા ગામે રહેતા કોળી યુવાને ગામની સીમમાં વાડીએ ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે કુવાડવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યો હતો.અહીં ફરજ પરના તબીબે જોઈ તપાસી યુવાનને મૃત જાહેર કર્યેા હતો. યુવાન રાત સુધી ઘરે ન આવતા પરિવારજનો તેને શોધતા હતા દરમિયાન તે વાડીએ બેભાન હાલતમાં મળ્યો હતો. યુવાને કયાં કરણોસર આ પગલું ભરી લીધું તે અંગે પરિવારજનો અજાણ હોય પોલીસે આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.
આપઘાતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ,રાજકોટ તાલુકાના ચાંચડીયા ગામે રહેતા રાજુભાઈ મુન્નાભાઈ ખસિયા(ઉ.વ ૨૩) નામના યુવાને ગઈકાલ રાત્રિના અહીં ગામની સીમમાં આવેલી વાડીએ કપાસમાં નાખવાની મોનોકોટો દવા પી લેતા તેને બેભાન હાલતમાં સારવાર માટે કુવાડવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવતા અહીં ફરજ પરના તબીબે જોઈ તપાસી યુવાનને મૃત જાહેર કર્યેા હતો. બનાવની જાણ થતા કુવાડવા રોડ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ કરમશીભાઈ પલાળીયાએ અહીં પહોંચી જરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડો હતો.
આપઘાતના આ બનાવની વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, આપઘાત કરી લેનાર યુવાન રાજુ અહીં ગામની સીમમાં આવેલી વાડી ભાગમાં વાવવા માટે રાખી હતી.યુવાન ત્રણ બહેન બે ભાઈના પરિવારમાં વચેટ હતો ચાર માસ પૂર્વે તેની સાતડા ગામમાં રહેતી યુવતી સાથે સગાઈ થઈ હતી. ગઈકાલે રાત્રે યુવાન ઘરે ન આવતા પરિવારજનો તેની શોધખોળ કરી રહ્યા હતા દરમિયાન યુવાન વાડીએ બેભાન હાલતમાં મળ્યો હતો યુવાને કપાસમાં નાખવાની મોનોકોટો દવા પીધી હોવાનું માલુમ પડતા તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા પરંતુ સારવાર કારગત નીવડે તે પૂર્વે જ તેનું મોત થયું હતું. યુવાને કયાં કારણોસર આ પગલું ભરી લીધું તે અંગે પરિવારજનો અજાણ હોય પોલીસે આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ કરી છે. તહેવાર સમય જ યુવાને આ પગલું ભરી લેતા કોળી પરિવારમાં શોકરી છવાઈ ગયો હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને ફરી લગાવી ફટકાર, ટ્રકોના પ્રવેશને રોકવા માટે શું કર્યું
November 22, 2024 05:07 PMઅમન અરોરા પંજાબમાં AAPના અધ્યક્ષ બનશે, CM ભગવંત માને કરી જાહેરાત
November 22, 2024 05:03 PMબંધારણમાં સમાજવાદી-સેક્યુલર જેવા શબ્દો ઉમેરવાના કેસમાં ચુકાદો અનામત; કોર્ટે કરી મહત્વપૂર્ણ ટિપ્પણીઓ
November 22, 2024 05:00 PMવિનોદ તાવડેએ 5 કરોડના આરોપમાં રાહુલ ગાંધી અને ખડગેને 100 કરોડની નોટિસ મોકલી
November 22, 2024 05:00 PMઆસારામે સજા સ્થગિત કરવાની કરી માંગ, સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને નોટિસ આપી માંગ્યો જવાબ
November 22, 2024 04:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech