ઉત્તર પ્રદેશની યોગી સરકાર મદરેસા એકટમાં મહત્વપૂર્ણ ફેરફાર કરવા જઈ રહી છે. હવે રાયમાં હાજર મદરેસાઓ હવે કામિલ (સ્નાતક) અને ફાઝિલ (અનુસ્નાતક) ડિગ્રી આપી શકશે નહીં કારણ કે યોગી સરકાર મદરેસા એકટમાં સુધારો કરીને તેમના કાર્યક્ષેત્રને ૧૨ ધોરણ સુધી મર્યાદિત કરવા જઈ રહી છે. આ સુધારા માટેની દરખાસ્ત સરકાર સ્તરે તૈયાર કરવામાં આવી રહી છે. સુપ્રીમ કોર્ટે આ કાયદામાં આ વર્ગેાની ડિગ્રી પર પણ સવાલ ઉઠાવ્યા હતા. આમ છતાં યોગી સરકાર મદરેસા એકટમાં સુધારો કરવાની યોજના બનાવી રહી છે.
તાજેતરમાં, સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણયને પલટી નાખ્યો હતો અને કહ્યું હતું કે યુપી મદરેસા કાયદાની તમામ જોગવાઈઓ બંધારણના મૂળભૂત માળખાનું ઉલ્લંઘન કરતી નથી પરંતુ ૧૨મા ધોરણથી આગળ કામિલ અને ફાઝિલ પ્રમાણપત્ર આપતી મદરેસાઓને માન્યતા આપતી નથી. કારણ કે ઉચ્ચ શિક્ષણ યુજીસી કાયદા હેઠળ સંચાલિત થાય છે, કાઉન્સિલની સત્તાઓ ઉત્તર પ્રદેશ મદ્રેસા શિક્ષણ પરિષદ અધિનિયમ ૨૦૦૪ માં જણાવવામાં આવી છે. જોકે સુપ્રીમ કોર્ટે મદરેસા એયુકેશન કાઉન્સિલ એકટની બંધારણીય માન્યતાને યથાવત રાખી હતી.
ઉત્તર પ્રદેશ મદરેસા એયુકેશન કાઉન્સિલ એકટ ૨૦૦૪ જણાવે છે કે મદરેસા બોર્ડ મુન્શી, મૌલવી, આલીમ, કામિલ અને ફાઝિલ અભ્યાસક્રમો માટે પરીક્ષાઓનું આયોજન કરશે. આ કાયદાના આધારે, ઉત્તર પ્રદેશ સરકાર અરબી અને ફારસી મદરેસા માન્યતા પ્રશાસન સેવા નિયમન ૨૦૦૬ તૈયાર કરવામાં આવી હતી. હવે સરકાર સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરવા માટે મદરેસા એકટમાંથી કામિલ અને ફાઝિલ કોર્સ સંબંધિત તમામ જોગવાઈઓ દૂર કરશે. હવે આ માર્ગદર્શિકા માત્ર ધોરણ ૧૨ સુધી મર્યાદિત રહેશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMજામનગરના બર્ધનચોકમાં દબાણ શાખાના અધિકારીઓ સાથે રકજક, વિડિયો થયો વાયરલ
January 22, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech