હળવદ શહેર-તાલુકામાં કાયદો વ્યવસ્થાની કથળેલી સ્થિતિથી તોબા..તોબા..!!

  • June 09, 2023 12:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હળવદ તાલુકામાં છેલ્લા ઘણા સમયથી કાયદો અને વ્યવસ્થાની કથળેલી સ્થિતિ થતા ટ્રાફિક સમસ્યા જોવા મળે છે છેલ્લા ઘણા સમયથી હળવદ શહેર અને તાલુકામાં કાયદો-વ્યવસ્થા કથળેલી હાલતમાં જોવા મળે છે .રાજકીય સંકટમાં પીસાવાના ભયથી નિષ્ઠાવાન અને કડક અમલદાર હળવદ માં આવવા તૈયાર નથી. હળવદ પોલીસ સ્ટેશનમાં અમુક જગ્યાઓ ખાલી રહેતી હોય છે.


 કેટલીક જગ્યાઓ ભરાય તો અધિકારી રજા ઉપર ઉતરી જાય છે. અને પાછલા બારણેથી મૂળ સ્થાન પર ગોઠવાઈ જાય છે. હળવદમાં છેલ્લા ત્રણ વર્ષમાં ગંભીર પ્રકારના ગુનાઓ નોંધાયા હોય તેની તપાસ કરવામાં આવે તો પંથકમાં થયેલા હત્યા ચોરી લૂંટફાટ મોટાભાગના ગુનાઓના અનડીટેકટ જોવા છે જે હળવદ પોલીસ સ્ટેશનની સ્થિતિ ધાકનો નમૂનો છે.
હળવદ સરા ચોકડી પાસે અવાર-નવાર ટ્રાફીક સમસ્યાઓ સર્જાય છે છકડાઓ.


રીક્ષાઓ.અને પ્રાઇવેટ વાહન ટ્રાફિક સજે છે છતાં પણ હળવદ પોલીસ માત્ર ને માત્ર મુક પ્રેક્ષક બની નજારો જોઇ રહી છે. ટ્રાફિક પોલીસ કોઈપણ પગલાં લેતી નથી એવું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે પોલીસને ટ્રાફીક દૂર કરવામાં કોઇ રસ નથી એવું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે અવારનવાર યોજાયેલા લોક દરબારમાં પણ અથેહીન પુરવાર થાય છે. ત્યારે વહેલી તકે અહીં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સુધારી ટ્રાફિક વ્યવસ્થા જાળવવામાં આવે તેવી લોક માગણી ઉઠવા પામી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application