રાજકોટ તા. ૧૧ જૂન થી ૧૧ જુલાઈના રોજ ‘વિશ્વ વસ્તી દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકારનાં આરોગ્ય વિભાગ દ્વારા તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાએ જનજાગૃતિ અર્થે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે. ‘વિકસિત ભારતની નવી પહેચાન કુંટુંબ નિયોજન દરેક દંપતિની શાન’ સ્લોગન હેઠળ આ વર્ષે ચાર તબક્કામાં આ ઉજવણી કરવામાં આવશે.
કુટુંબ નિયોજન માટે દંપતિઓ સાથે સંવાદ, વધતી જતી વસ્તીથી ઉભા થતા પ્રશ્નો અંગે જાણકારી, સ્વાસ્થ્ય અને સલામતીનાં હેતુથી લગ્ન તથા બાળક માટે નિયત કરેલી ઓછામાં ઓછી ઉંમર, બે બાળકો વચ્ચે જરૂરી સમયગાળો, નસબંધી તથા અન્ય આધુનિક કુટુંબ નિયોજન સેવાઓ વગેરે બાબતોની જાણકારી આ ઉજવણી અન્વયે યોજાનારા વિવિધ કાર્યક્રમોમાં આપવામાં આવશે અને બાળ તથા માતાના મૃત્યુ દર ઘટાડવા માટે જાગૃતિ કેળવવામાં આવશે.
જેનો પ્રથમ તબક્કો (તા.ર૦/૦૬/ર૦ર૪)દરિમયાન પ્રચાર-પ્રસાર અંગેની સામગ્રી તૈયાર કરી અને વિતરણ આરોગ્ય સંભાળ કાર્યકરો અને સ્વયંસેવકોની તાલીમ, આંતર-ક્ષેત્રીય કન્વર્જન્સ, જાગૃતિ અને પ્રચાર કરવામાં આવશે.
બીજો તબક્કો ( તા ૨૭/ ૦૬/ ૨૦૨૪ થી ૧૦/ ૦૭/ ૨૦૨૪) માં કુટુંબ નિયોજન મહત્વ વિશે જન જાગૃતિ લાવવા માટે સામુદાયિક બેઠકો, કાર્યશાળાઓ અને પરિસંવાદોનું, ઘરે-ઘરે મુલાકાતો, સોશિયલ મીડિયા અને અન્ય ડિજટલ પ્લેટફોર્મ દ્વારા જાગૃતિ અભિયાન, રેલી, રોડ શો, પંચાયતી રાજનાં સભ્યો સાથે ૧૧ જુલાઈ ૨૦૨૪ એ ‘વિશ્વ વસ્તી દિવસ’ની ઉજવણી આરોગ્ય કેન્દ્રોમાં વોલ પેઇન્ટિંગ, શિબિરોનું આયોજન, કુટુંબ કલ્યાણ અંતર્ગત અલગ-અલગ પધ્ધતિઓનું પ્રદર્શન,માતા અને બાળ આરોગ્ય તથા એચ.આઇ.વી.એઇડસ વિશે જાગૃતિની ચર્ચા કરવામાં આવશે. તેમજ દરેક ગામમાં બેનર પોસ્ટર લગાવવા અને હોર્ડીંગ્ઝ લગાવવા જેવા આયોજનો કરવામાં આવશે.
ત્રીજો તબકકો - (તા.૧૧/૭/૨૦૨૪ થી તા.૨૪/૭/૨૦૨૪) સેવાઓ પુરી પાડવા અંગેનું પખવાડિયું તરીકે ઉજવાશે. જેમાં ગર્ભનિરોધક કુટુંબ નિયોજન સેવાઓ પુરી પાડવા પર ધ્યાન કેંદ્રિત કરવામાં આવશે. ગર્ભનિરોધક પધ્ધતિઓ અંગે કાઉન્સેલિંગ કરવામાં આવશે. દરેક તાલુકા/PHC/UPHC લેવલે આંકડી- IUCD (Post-partum or Interval), ઇન્જેકટેબલ ગર્ભનિરોધક MPA (અંતરા પ્રોગ્રામ), સ્ત્રી નસબંધી-ટયુબેકોટોમી, ચીરા વગરની પુરૂષ નસબંધી -NSV વગેરે જેવી પધ્ધ્તિઓનો વધુ ઉપયોગ થાય તે માટે જાગૃતિ લાવવામાં આવશે.
ચોથો તબકકો – સન્માન/વળતર અને સ્વીકાર (Reward and Recognition)નો રહેશે જેમાં તાલુકા/PHC/UPHC ખાતે તેઓની મહેનત અને નવીન વિચારોની ઉજવણી અને સન્માન કરવા માટે ઈનામ વિતરણ સમારોહનું આયોજન કરી ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવશે.
આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગ, આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત, રાજકોટ દ્વારા જિલ્લા વિકાસ અધિકારી ડો. નવનાથ ગવ્હાણેના માર્ગદર્શન હેઠળ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. પી.કે.સિંધ તેમજ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવશે. તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જીલ્લા પંચાયત,રાજકોટની યાદીમાં જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરતનપર નજીક ઝુરીઓમાં ત્રણ દિવસમાં ત્રીજી વાર લગાડાઇ આગ
December 23, 2024 02:38 PMપોરબંદરની લો કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ બન્યા કાયદા વિદ્યાશાખાના ડીન
December 23, 2024 02:37 PMતાંત્રિકીયા ચોકમાં ચાલતી અંધશ્રધ્ધાનું આવ્યુ કાયમી નિરાકરણ
December 23, 2024 02:34 PMનવ મહિના પહેલા છેતરપીંડી કરી નાસી છુટનાર બે મહિલાઓ ઝડપાઇ
December 23, 2024 02:32 PMપોલીસે દારુની ભઠ્ઠીનો નાશ કરી વનવિભાગનું વધુ એક વખત નાક કાપ્યુ !
December 23, 2024 02:31 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech