World Cup 2023:  તાબડતોડ અંદાજમાં શરૂ થઈ ભારતની ઇનિંગ

  • October 19, 2023 07:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આજે પુણેના એમસીએ સ્ટેડિયમમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વર્લ્ડ કપ 2023ની 17મી મેચ રમાઈ રહી છે. બાંગ્લાદેશના કાર્યકારી કેપ્ટન નજમુલ હુસેન શાંતોએ ટોસ જીતીને ભારત સામે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.


પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશની ટીમે 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 256 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશ ટીમ તરફથી લિટન દાસે સૌથી વધુ 66 રનની ઇનિંગ રમી હતી. તે સિવાય તાનજીદે 51 રન બનાવ્યા હતા. જ્યારે મુશ્ફિકુર રહીમે 38 રન અને મહમુદુલ્લાહે 46 રન બનાવ્યા હતા.


ભારતીય ટીમને વર્લ્ડ કપ 2023માં સતત ચોથી જીત માટે 257 રનનો ટાર્ગેટ
જો બંને ટીમો વચ્ચેના રેકોર્ડની વાત કરીએ તો ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ODI ક્રિકેટમાં કુલ 40 મેચ રમાઈ છે, જેમાં ભારતે 31 મેચ જીતી છે, જ્યારે બાંગ્લાદેશે 8 મેચ જીતી છે. જ્યારે એક મેચનું પરિણામ આવી શક્યું નથી.


IND vs BAN પ્લેઇંગ 11


ભારતના પ્લેઇંગ 11: 
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, જસપ્રિત બુમરાહ, કુલદીપ યાદવ અને મોહમ્મદ સિરાજ.


બાંગ્લાદેશના પ્લેઇંગ 11:
લિટન દાસ, તાનજીદ હસન, નઝમુલ હુસૈન શાંતો (કેપ્ટન), મેહદી હસન મિરાજ, મુશફિકુર રહીમ, તૌહિદ હદાય, મહમુદુલ્લાહ, નસુમ અહેમદ, હસન મહમૂદ, મુસ્તાફિજુર રહેમાન અને શરીફઉલ ઈસ્લામ



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application