શ્વાસ બચાવવા સંઘર્ષ: 41 શ્રમિકના રેસ્ક્યુ માટે 6 વિકલ્પ પર કામ

  • November 20, 2023 11:51 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઉત્તરકાશીના સિલ્ક્યારામાં સુરંગમાં ફસાયેલા કામદારોને સહી સલામત બહાર કાઢવા મોટો પડકાર બની રહ્યો છે. 41 માનવ જિંદગીને બચાવી લેવા ટીમ સતત કામે લાગી છે. કામદારો સુધી પહોંચવા માટે 6 વિકલ્પો પર કામ ચાલી રહ્યું છે, હજુ 2 થી 2.5 દિવસ લાગશે તેવી શક્યતસ વ્યક્ત કરાઈ રહી છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી સાથે ઘટનાસ્થળે પહોંચેલા કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે હિમાલયની મુશ્કેલ પરિસ્થિતિને જોતા બચાવ કામગીરી પડકારજનક છે. તેમણે કહ્યું કે અહીંની માટીનું સ્તર એકસરખું નથી અને તે નરમ અને સખત બંને છે, જેના કારણે યાંત્રિક કામગીરી હાથ ધરવી મુશ્કેલ બને છે. ગડકરીએ કહ્યું, અમેરિકન ઓગર મશીન જ્યારે નરમ માટીમાં ડ્રિલિંગ કરી રહ્યું હતું ત્યારે તે યોગ્ય રીતે કામ કરી રહ્યું હતું, પરંતુ જ્યારે તેને સખત અવરોધનો સામનો કરવો પડ્યો, ત્યારે સમસ્યાઓ ઊભી થવા લાગી.

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે આ સમયે સુરંગમાં ફસાયેલા કામદારો અને તેમના પરિવારોનું મનોબળ જાળવી રાખવું એ દરેકની સામૂહિક જવાબદારી છે. તેમણે કહ્યું, અમે હાલમાં એક સાથે છ વિકલ્પો પર કામ કરી રહ્યા છીએ. વડાપ્રધાન કાયર્લિય પણ બચાવ કામગીરી પર બારીકાઈથી નજર રાખી રહ્યું છે.ઉત્તરકાશીના સિલ્ક્યારામાં સુરંગમાં ફસાયેલા કામદારોને બહાર કાઢવાનું કામ ચાલી રહ્યું છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે અમે 6 વિકલ્પો પર કામ કરી રહ્યા છીએ. અમે બેથી અઢી દિવસમાં કામદારો સુધી પહોંચી શકીશું.ઉત્તરાખંડમાં તૂટી પડેલી સિલ્ક્યારા ટનલમાં બચાવ કાર્ય રવિવારે લગભગ અટકી ગયું હતું કારણ કે એજન્સીઓએ એક અઠવાડિયાથી ત્યાં ફસાયેલા 41 લોકો સુધી પહોંચવા માટે બચાવ કામગીરીના આગલા તબક્કા માટે પોતાને તૈયાર કરી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે ટનલમાં ઊભી પાઇપ નાખવા માટે એક જ દિવસમાં કાટમાળના પર્વતની ટોચ પર એક રસ્તો બનાવવામાં આવ્યો હતો. આ સિવાય ટિહરી હાઈડ્રોપાવર ડેવલપમેન્ટ કોર્પોરેશન બારકોટ છેડેથી ’માઈક્રો ટનલિંગ’નું કામ શરૂ કરશે,જેના માટે ભારે મશીનરી અત્યારથી જ કામે લાગી ગઈ છે. ટિહરી હાઈડ્રોપાવર ડેવલપમેન્ટ કોર્પોરેશન રવિવાર રાતથી જ કામ શરૂ કરશે.


કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએકહ્યું કે ઉત્તરાખંડની સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા મજૂરોને બચાવવા માટે દરેક શક્ય પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. તેમને જલ્દીથી બહાર કાઢવી એ સરકારની સૌથી મોટી પ્રાથમિકતા છે. અમે હાલમાં એક સાથે છ વિકલ્પો પર કામ કરી રહ્યા છીએ.ગડકરીએ કહ્યું કે વડા પ્રધાન કાયર્લિય પણ બચાવ કામગીરી પર નજીકથી નજર રાખી રહ્યું છે. દરમિયાન, ટનલની ઉપર વર્ટિકલ ડ્રિલિંગ માટે કામચલાઉ રસ્તો તૈયાર કરવામાં આવ્યો છે. પોકલેન્ડ મશીન ઉપરના માળે પહોંચાડવામાં આવ્યું છે. સિલ્ક્યારા બાજુથી મુખની અંદર 270 મીટર અંદર નિમર્ણિાધીન ટનલનો લગભગ 30 મીટર ગત રવિવારે સવારે 5.30 વાગ્યે તૂટી પડ્યો હતો અને ત્યારથી કામદારો તેની અંદર ફસાયેલા છે.તેમને બચાવવા માટે બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચલાવવામાં આવી રહી છે. સિલ્ક્યારા છેડેથી 60 મીટરના અંતરે તૂટી પડેલા વિભાગના કાટમાળ વચ્ચે બોરિંગ શુક્રવારે બપોરે બંધ થઈ ગયું હતું જ્યારે યુએસ નિર્મિત ઓગર મશીનને લગભગ 22 મીટર પછી સખત અવરોધનો સામનો કરવો પડ્યો હતો.

બચાવ કામગીરી સમીક્ષા
દિલ્હીમાં મીડિયાને જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બચાવકર્મીઓ માટે સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવ્યા બાદ સોમવારે ડ્રિલિંગ ફરી શરૂ થશે. બચાવ કાર્યકતર્ઓિએ રવિવારે સાંજ સુધીમાં કાટમાળમાં 39 મીટર છ ઇંચ પહોળી ટ્યુબ દાખલ કરી હતી. જ્યારે આ ટ્યુબ તૂટી ગયેલા ભાગને પાર કરશે, ત્યારે આ પાઇપ દ્વારા ફસાયેલા કામદારોને ખોરાક અને પાણી પણ મોકલવામાં આવશે. અધિકારીઓએ જણાવ્યું કે ’કમ્પ્રેશન’ (પ્રેશર) માટે ચાર ઇંચની નાની પાઇપ્નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને તેના દ્વારા ખોરાક, પાણી, ઓક્સિજન અને દવાઓ મોકલવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application