ફ્લાઈટમાં ફરી મહિલાની છેડતી, હવે મુંબઈથી ગુવાહાટી જઈ રહેલી ફ્લાઈટમાં મહિલાનું યૌન શોષણ

  • September 11, 2023 12:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)




ફ્લાઈટમાં મહિલાઓની છેડતીના કિસ્સાઓ અટકવાના નામ નથી લઈ રહ્યા. હવે મુંબઈથી ગુવાહાટી જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટમાં મહિલા મુસાફરની છેડતીનો મામલો સામે આવ્યો છે. આરોપી વ્યક્તિ વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે.

આસામ પોલીસે આરોપીને પકડી લીધો


ઈન્ડિગોના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, આ ઘટના 10 સપ્ટેમ્બરે ફ્લાઈટ નંબર 6E 5319માં બની હતી. પીડિતાએ કથિત જાતીય શોષણની ફરિયાદ નોંધાવ્યા બાદ ગુવાહાટીમાં પ્લેન લેન્ડ થયા બાદ આરોપીને આસામ પોલીસને સોંપવામાં આવ્યો હતો.


અધિકારીએ કહ્યું કે ફરિયાદી દ્વારા સ્થાનિક પોલીસમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી છે, જેના આધારે કાર્યવાહી કરવામાં આવી છે.

ઈન્ડિગોના પ્રવક્તાએ કહ્યું કે અમે તપાસમાં જરૂર પડશે ત્યાં મદદ કરીશું. તેમણે કહ્યું કે અમને ફરિયાદ મળતા જ અમે તાત્કાલિક કાર્યવાહી કરી હતી.

ઉલ્લેખનીય કે છેલ્લા બે મહિનામાં વિવિધ ફ્લાઈટ્સમાં જાતીય સતામણીના ઓછામાં ઓછા ચાર કેસ નોંધાયા છે. અગાઉ 16 ઓગસ્ટના રોજ દિલ્હી-મુંબઈ સ્પાઈસ જેટની ફ્લાઈટમાં કથિત જાતીય સતામણીનો મામલો સામે આવ્યો હતો, જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application