સુરતમાં રહેતા મહિલા વકીલ અને તેનો ભાઈ ધોરાજીમાં કબ્રસ્તાનમાં માતાની કબરે ફાતીયો પઢવા માટે ગયા હતા. દરમિયાન અહીં અજાણ્યા શખસે તમે અહીંથી બહાર નીકળો તેમ કહી ગાળાગાળી કરી પાઇપ વડે ભાઈ-બહેન બંનેને મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેમાં યુવાનને હાથમાં ફ્રેક્ચર થઈ ગયું હતું આ અંગે મહિલા વકીલે સુરત જઈ ફરિયાદ નોંધાવી હતી. જે અંગે ધોરાજી સિટી પોલીસે તપાસ હાથ ધરી છે.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, સુરતમાં અડાજણ પાટીયા પાસે રોશન એપાર્ટમેન્ટમાં રહેતા ઉષ્માબેન રજાકભાઈ બચાવ (ઉ.વ 33) નામના મહિલા એડવોકેટે નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં પ્રેક્ટિસ કરે છે. ગત તારીખ 30/9/2016 ના તે તથા તેનો ભાઈ આદિલ બંને ધોરાજી તેમના માતાની કબરે કબ્રસ્તાનમાં ફાતીયો પાઢવા માટે અહીંથી ગયા હતા. બાદમાં તારીખ 2/10/2024 ના ભાઈ-બેહેન ધોરાજીમાં ઉપલેટા રોડ પર આવેલા નવા કબ્રસ્તાન ખાતે માતાની કબરે ફાતીયો પઢવા માટે જતા અહીં એક અજાણ્યો શખસ હોય તેણે બંનેને અહીંથી નીકળી જવા માટે કહ્યું હતું. બાદમાં તેણે મોબાઈલમાં કોઈની સાથે વાત કરી હતી ત્યારબાદ અહીંથી નીકળી જવાનું કહી ગાળાગાળી કરવા લાગ્યો હતો. જેથી આદીલે મારી બહેન સાથે તમે વ્યવસ્થિત વાત કરો તેમ કહેતા આ શખસ ઉશ્કેરાયો હતો અને પાઇપ વડે યુવાન પર હુમલો કરી દીધો હતો. જેથી ફરિયાદી વચ્ચે પડતા તેને પણ પાઇપ્ના ઘા ફટકાયર્િ હતા. બાદમાં ભાઈ-બહેન બંને અહીં કબ્રસ્તાનમાંથી બહાર નીકળી જતાં અહીં કબ્રસ્તાનના કેર ટેકર અનુ શાહ સહિતના હાજર હોય અને તેઓ કહેતા હતા કે બરોબર કર્યું. બાદમાં ભાઈ-બહેન બંને સારવાર માટે ધોરાજી હોસ્પિટલમાં જતા અહીં આદિલને હાથમાં ફ્રેકચર થઈ ગયું હોવાનું માલુમ પડ્યું હતું.
મહિલા એડવોકેટે પોતાની ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે, આજથી ત્રણેક માસ પૂર્વે તેના ભાઈ આદિલ સાથે અહીં કબ્રસ્તાનમાં નહીં આવું તેમ કહી ઝપાઝપી થઈ હતી. તે સમયે સમાજના લોકો વચ્ચે પડતા મામલો થાડે પડ્યો હતો અને કબ્રસ્તાનની દેખરેખ રાખનાર અનુ શાહે બપોરના બે થી ત્રણ વાગ્યે કબ્રસ્તાનમાં આવવાનું કહ્યું હતું દરમિયાન ભાઈ-બહેન બંને કબ્રસ્તાને જતા ફરી માથાકૂટ થઈ હતી. આ અંગે મહિલા એડવોકેટની ફરિયાદ પરથી ધોરાજી પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજેતપુરના કેમિકલયુક્ત પાણી દરિયામાં ઠાલવવા પ્રશ્ર્ને સુભાષનગરમાં જનજાગૃતિ શિબિર યોજાઈ
November 22, 2024 01:46 PMહાઈવે પર વાહનોમાંથી ગેરકાયદેસર લાઈટો કરાઈ દુર
November 22, 2024 01:45 PMવીરભનુની ખાંભીથી નિરમા ફેક્ટરી સુધી ના રોડ પર સ્ટ્રીટ લાઈટની સુવિધા ક્યારે?
November 22, 2024 01:44 PMમુખ્યમંત્રી લગ્નપ્રસંગે હળવાશની પળોમાં
November 22, 2024 01:43 PMરત્નાકર શાળાના ભુલકાઓને શિયાળ પરિવારે આપી અમુલ્ય ભેટ
November 22, 2024 01:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech