પોરબંદરમાં હાઈવે પરથી પસાર થતા વાહનોમાંથી ટ્રાફિક પોલીસ દ્વારા ગેરકાયદેસર એલ.ઈ.ડી.લાઈટો દુર કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.
આજકાલ રાત્રે પોરબંદર શહેર અને હાઇવેના રસ્તા પર વાહન ચલાવવુ મુશ્કેલ બની ગયુ છે. કારણકે ઘણા વાહનોની સફેદ અને ખૂબ હાઇલાઇટોના લીધે આંખો અંજાય છે અને સામે રસ્તો જોવો મુશ્કેલ બની જાય છે. પહેલા આવી તકલીફ પડતી ન હતી પરંતુ આવી કોઇ હાઇબીમ અને પ્રોજેકટર લાઇટો સફેદ લાઇટોના લીધે સામે જોવું મુશ્કેલ બન્યુ છે. આવી સફેદ લાઇટોના લીધે આંખો અંજાય જાય છે. જુવાન પણ નથી જોઇ શકતા તો વૃધ્ધોનું શું થતુ હશે, જો સામેવાળા વ્યક્તિની આંખ અંજાય જાય અને અકસ્માત થાય કે વાહન રોડ પરથી નીચે ઉતરી જાય અને મોટી દુર્ઘટના થાય તો જવાબદાર કોણ? પાછા આવી મોટી સફેદ લાઇટો લગાડનાર વાહનચાલક પોતાની લાઇટો ડીમ પણ નથી કરી શકતા અને હેરાન કરે છે. આવી લાઇટોની મર્યાદા શું? આવી લાઇટો પર નિયંત્રણ શું? આવી લાઇટો પર યોગ્ય કાયદો નિયમ બનવા જોઇએ બાકી આવી હાઇબીમ સફેદ લાઇટોનો ત્રાસ વધી રહ્યો છે, તેથી તેને દૂર કરવા માંગણી થઇ હતી.
આપણા દેશમાં લોકોને ડીપરનો ઉપયોગ પણ આવડતો નથી. ડીપર એટલે હાઇ અને લો કરવી લાઇટને લોકો હાઇલાઇટ રાખી ગામમાં પણ ચલાવતા હોય છે. હાઇવેની તો શું વાત કરવી, ઘણા વાહનો પોતાની નિયત મર્યાદા કરતા પણ વધારે લાઇટો રાખીને બીજા વાહન ચાલકોને હેરાન કરતા હોય છે. જેમ કે ઘણીવાર ચાર ચાર મોટી લાઇટો નખાવશે અને સામે વાહનચાલકને હેરાન કરશે, આમા નાનાવાહનો પણ સામેલ છે અને મોટા ટ્રક અને બસ પણ ઘણા સ્કૂટર બાઇકમાં પણ આવી આંધળી કરી નાખવાવાળી સફેદ લાઇટો નખાવે છે. આવી સફેદ હાઇબીમ લાઇટો ખૂબ ઘાતક છે. તથા સરકારે આના વિધ્ધ યોગ્ય પગલા લેવા જોઇએ અને આનો ઉપયોગ બંધ કરાવવો જોઇએ રડ બધાનો છે અને આજે તમારી હાઇબીમ લાટના કારણે કોઇ વ્યક્તિની આંખો અંજાયજાય ને તે વાહન તમારી સાથેજ આવીને ભટકાય જાય તેવુ પણ બની શકે. બીજની તકલીફ પણ સમજે તેજ મનુષ્ય આજે આ સફેદ હાઇ બીમ લાઇટોના લીધે વાહન ચલાવવુ મુશ્કેલ બન્યુ છે. બધાને તકલીફ થાય છે તો આ બાબતનું યોગ્ય નિરાકરણ આવે અને નિયમ બને તો સારું બાકી ઘણા લોકો આ વસ્તુના લીધે અકસ્માતનો ભોગ બનશે અને બને છે. જેમ કાન માટે ચાલીસ ડેસીમલ સુધી યોગ્ય છે ત્યારબાદ ધ્વનિ પ્રદૂષણ અને નુકશાનકારક છે તેમ વાહનલાઇટો માટે પણ મર્યાદા નક્કી હોવી જોઇએ તથા વાહનો યોગ્ય ગતિમર્યાદામાં ચલાવવામાં આવવા જોઇએ.તેવી માંગણી થઇ હતી.
પોલીસે કરી કાર્યવાહી
પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા તથા નાયબ પોલીસ અધિક્ષક સુરજીત મહેડુ તથા ઋતુરાબાની સુચના તથા માર્ગદર્શન હેઠળ પોરબંદર જીલ્લાના જુદા-જુદા હાઈવે તથા માર્ગો પર અકસ્માતો નિવારવા માટે પેટ્રોલીંગ તેમજ વાહન ચેકિંગ કરવામાં આવે છે.પેટ્રોલીંગ તથા વાહન ચેકિંગ દરમ્યાન રોંગસાઈડ,ચાલુ વાહને મોબાઇલનો ઉપયોગ કરવો,નંબર પ્લેટ વગરના વાહનો,બ્લેક ફિલ્મ લગાવેલ વાહનો,ઓવરસ્પીડથી વાહન ચલાવવું, એલ.ઈ.ડી લાઈટ તથા રિફલેકટર્સ વિનાના વાહનો વગેરે ટ્રાફિક નિયમોના ભંગ બદલ વાહનચાલકો વિરૂદ્ધ કાયદેસર દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે છે.પોરબંદર જીલ્લાના હાઈવે પર વાહન ચેકિંગ કરી વાહનોમાંથી ગેરકાયદેસર એલ.ઈ.ડી.લાઈટો દુર કરવામાં આવેલ હતી.આ ઝુંબેશમાં વાહનચાલકોએ પુરતો સહકાર આપી પોતાના વાહનોમાં લગાડેલ એલ.ઈ.ડી.લાઈટો સ્વેચ્છાએ દુર કરેલ્ હતી. ખુદ વાહનચાલકોએ ટ્રાફિક પોલીસને આ ઝુંબેશ ચાલુ રાખવા જણાવી પોલીસની કામગીરીને બિરદાવી હતી.આ કામગીરી જીલ્લા હાઈવે ટ્રાફિક પોલીસ તથા ટી.આર.બી.જવાનો દ્વારા કરવામાં આવેલ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMજામનગરના બર્ધનચોકમાં દબાણ શાખાના અધિકારીઓ સાથે રકજક, વિડિયો થયો વાયરલ
January 22, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech