ભાણવડ નજીક ટ્રેક્ટરમાંથી પટકાયેલા મહિલાનું મૃત્યુ

  • June 01, 2023 11:25 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાણવડથી આશરે ૨૦ કિલોમીટર દૂર રાણપર ગામની ગોલાઈ પાસેથી પૂરઝડપે અને બેફીકરાઈપૂર્વક જઈ રહેલા જી.જે. ૦૯ એ.ડી. ૫૭૧૮ નંબરના ટ્રેક્ટરના ચાલક રાજા ઉર્ફે રાજુ બાલાભાઈ કોડીયાતર (રહે. રાણપર) એ ગફલતભરી રીતે બ્રેક મારતા આ ટ્રેક્ટરમાં બેઠેલા સાગરબેન ગિરધારીભાઈ પારગી નામના આદિવાસી મહિલા ટ્રેક્ટરમાંથી નીચે પટકાઈ પડ્યા હતા. જેના કારણે તેણીને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ થતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું.
આ બનાવની જાણ મૃતકના પતિ ગિરધારીભાઈ કાલુભાઈ પારગી (ઉ.વ. ૨૧, રહે, મૂળ મધ્યપ્રદેશ) એ ભાણવડ પોલીસને કરી છે. જે અંગે પોલીસ ટ્રેક્ટરના ચાલક રાજા ઉર્ફે રાજુ કોડીયાતર સામે આઈ.પી.સી. કલમ ૨૭૮, ૩૦૪ (અ) તથા એમ.વી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધ્યો છે.
**
બેહ ગામની મહિલાએ ઝેરી દવા પી જીંદગી ટૂંકાવી
ખંભાળિયા તાલુકાના બેહ ગામે રહેતા જેવાબેન વેજાણંદભાઈ પતાણી નામના મહિલાને છેલ્લા ત્રણેક દાયકાથી હિસ્ટોરિયાની બીમારી તેમજ છેલ્લા સાત-આઠ વર્ષથી માનસિક બીમારી હોય, આ બીમારીથી કંટાળીને તેમણે તારીખ ગત ૨૯ મીના રોજ પોતાની વાડીએ કપાસમાં છાંટવાની ઝેરી દવા પી લેતા તેમને સારવાર સાથે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવની જાણ મૃતકના પતિ વેજાણંદભાઈ મોમૈયાભાઈ પતાણીએ અહીંની પોલીસને કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application