સેન્ટ્રલ બેન્ક એરીયા પર કાલાવડ તરફ જતી એસટી બસોનું ભારણ શા માટે ?

  • December 19, 2023 10:48 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ચોવીસ કલાકમાં એકતાલીસથી વધુ બસો થાય છે પસાર: શહેરની ટ્રાફિક સમસ્યામાં થતો વધારો

શહેરની ટ્રાફિક સમસ્યા શહેરીજનો માટે માથાના દુ:ખાવારૂપ બની ગઈ છે આ ટ્રાફિક સમસ્યા દિવસેને દિવસે વકરી રહી છે,ત્યારે જામનગર શહેરનો અતિ ગીચ વિસ્તાર ખંભાળિયા નાકાથી દરબારગઢ વિસ્તારમાંથી એસટી ડેપોની બસો પસાર થાય છે જે ટ્રાફિક સમસ્યામાં વધારો કરી રહી છે.
ચોવીસ કલાકમાં એકતાલીસથી વધુ એસટી બસો કાલાવડ તરફ જાય છે આ તમામ બસો ખંભાળિયા નાકાથી સેન્ટ્રલ બેન્ક ચાંદી બજાર દરબારગઢ કાલાવડ નાકા,મહા પ્રભુજીની બેઠક થઈને કાલાવડ તરફ જાય છે.
કાલાવડ તરફ જતી આ એસટી બસો ટાઉનહોલ, સુભાષ બ્રીજથી, અન્નપૂર્ણા ચોકડી, મહાપ્રભુજીની બેઠક થઈને પસાર થાય તો  સેન્ટ્રલ બેન્ક એરિયામાં મહદઅંશે લોકોને ટ્રાફિક સમસ્યાથી રાહત મળે.
શહેરના હાર્દસમા વિસ્તાર ખંભાળિયા નાકાથી,હવાઈ ચોક, સેન્ટ્રલ બેન્ક ચાંદી બજાર, દરબારગઢ કાલાવડ નાકા રોડ ૨૪ કલાકમાંથી ૧૬ કલાક ધમધમતો એરિયા આ વિસ્તારમાંથી પસાર થતી એસટી બસોને પણ પસાર થવામાં ટાઉનહોલ વિસ્તાર કરતાં વધારે સમય લેવો પડે છે અને શહેરની ટ્રાફિક સમસ્યામાં આ રૂટ વધારો થાય છે.
કાલાવડથી રીટર્ન થતી એસટી બસો મહાપ્રભુજીની બેઠક અન્નપૂર્ણા ચોકડી, સુભાષ બ્રીજ થઈને જામનગર પ્રવેશ કરે છે ત્યારે જતી વેળાએ પણ આ રસ્તે પસાર થાય અને અન્નપૂર્ણા ચોકડીએ ફરજિયાત સ્ટોપ આપવામાં આવે તો એસટી મુસાફરો પણ વધારે મળે.
જામ્યુકો દ્વારા સુભાષ બ્રીજ, અન્નપૂર્ણા ચોકડી,મહાપ્રભુજીની બેઠકવાળો રસ્તો ટનાટન છે ત્યારે આ રૂટ પરથી કાલાવડ જતી એસટી બસોને પસાર કરવામાં આવે તેમજ અન્નપૂર્ણા ચોકડીએ એસટી બસને સ્ટોપ ફાળવવામાં આવે તો લાલવાડી, તારમામદ સોસાયટી, ગુલાબનગર, રાજનગર, ત્રિમુર્તિ મંદિર વિસ્તાર, શાંતિવન વર્ધમાનનગર, મહાપ્રભુજીની બેઠક વિસ્તારના લોકોને સપડા કાલાવડ, જામકંડોરણા,જૂનાગઢ જનારા મુસાફરોને જામનગર એસટી ડેપો સુધી લાંબુ થવું ના પડે તેમજ એસટી ડેપોને પણ વધારે મુસાફરો મળી રહે.આ બાબતે જામનગર એસટી ડેપો યોગ્ય કાર્યવાહી કરે તેવુ શહેરીજનો ઈચ્છી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application