સોના–ચાંદીના વેપારીઓ વારંવાર છેતરાય છે કેમ ?

  • October 19, 2024 03:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ શહેર દેશમાં સોના, ચાંદીના ઘરેણા કે અવનવી સ્ટાઈલ માટેનું સિલ્વર, ગોલ્ડ માર્કેેટ વેપારીઓ, ધંધાર્થીઓમાં હબ ગણાય છે. અહીંના ઘરેણાઓ બોલીવૂડ કે અન્ય દેશોમાં પણ વિખ્યાત છે. રાજકોટના વેપારીઓ, કારીગરોની કલા, કૌશલ્યની કિંમત છે જેથી ધંધો સારો મળી રહે છે. સાથે સિકકાની બીજીબાજુ એ છે કે, અહીંના સોના–ચાંદીના વેપારીઓ જ ગ્રાહકો કે કોઈ બાહ્ય અપરિચિતથી નહીં તેમના જ વિશ્ર્વાસુઓ મનાતા કારીગરો, કર્મચારીઓથી લાખો, કરોડોમાં છેતરાતા રહે છે. વારંવાર છેતરાવા છતાં આવા કિસ્સાઓ અટકતા કેમ નથી ? કારણ શું ? આવા સવાલો પ્રબુધ્ધો તેમજ આ વ્યવસાય સાથે સંકળાયેલાઓમાં ઉઠયા વિના રહે નહીં.
રાજકોટમાં ગોલ્ડ ઓર્નામેન્ટસ માટે સોનીબજાર જયારે સિલ્વર માટે ચાંદી એટલે સામો કાંઠો, સતં કબીર રોડ, પેડક રોડ વિસ્તાર ગણાય મનાય છે. આ બે મુખ્ય જગ્યાઓ પર જ લેબર કામ કદાચ કરોડોની કિંમતના સોના–ચાંદીના ઘરેણાઓ લોકલ તેમજ અન્ય પ્રાંતના વેપારીઓ, જવેલર્સ શો રૂમ માટે બને છે. વ્યકિતગત રીતે પરિવારો પોતાના માટે ઘરેણા બનાવતા ખરીદતા હશે તે વેપાર તો અલગ જ હશે. આમ હોલસેલ તથા રીટેઈલ માર્કેટનું પણ રાજકોટ સીટી ગોલ્ડ–સિલ્વર ઓર્નામેન્ટનું હબ કહી શકાય છે.
રાજકોટમાં નાના–મોટા મળી સોના, ચાંદીના ઘરેણા બનાવતા લેબર વર્ક કરતા કે શોપ ધરાવતા હજારો વેપારીઓ છે અને સામે ઘરેણા બનાવવા કામમાં બંગાળીઓથી લઈ અન્ય પ્રાંતના કદાચ એક લાખથી વધુ કારીગરો પણ જોડાયેલા છે. બંગાળી કારીગરો વધુ મહેનતુ સસ્તા અને કાયમી હાથ વગા હોવાથી સોની વેપારીઓની પહેલી પસદં બંગાળી, પરપ્રાંતીય કારીગરો પર વધુ રહે છે. કારણ કે, તેઓ મહેનત કરતા અને રજા રાખતા નથી એથી વધુ લોકલ કારીગર કરતા ઓછા દરે મજુરી પર કામ કરી આપતા હોવાથી એ લોકોને સોની વેપારીઓ વધુ પ્રિફર કરે છે તેવું આ ધંધા સાથે સંકળાયેલા નામી વ્યકિતનું કહેવું છે.
આરંભે આવા કારીગરો વેપારીઓના વર્કશોપ કે દુકાનો પર કામ કરે છે. વિશ્ર્વાસ કેળવી લે છે અને બાદ નાઈટ શીપ કે અન્ય રીેતે પોતાના ઘરે કે પોતે જ અલગ શોપ, વર્કશોપ ઉભા કરી પોતાના પ્રાંતના અન્ય કારીગરો રાખીને લેબર વર્ક કરે છે. જેથી વેપારીઓ આવા કારીગરોને સોનુ આપે છે અને ઘરેણા બનાવડાવે છે. સસ્તામાં અને જલદી ઘાટ થઈ જતો હોવાથી વેપારીઓ બન્ને રીતે લાભ કે લાલસામાં માલ આપીને છેતરાતા રહે છે. તાજેતરના જ બે બનાવો નવા ઉદાહરણ રૂપે છે જેમાં એકે ૨.૫૬ કરોડનું સોનું ગુમાવ્યું બીજા વેેપારીએ ૧.૧૨ કરોડની ચાંદી ગુમાવી. આ બન્ને તો હાલના ઉદાહરણ છે પરંતુ આવા ચોપડા ઉખડે તો અનેક વેપારીઓ ભોગ બન્યા છે અને અસંખ્ય બનાવો કદાચ બહાર પણ નથી આવ્યા જેનું કારણ કયારેક સોનાના બિલ કે ઓવર ટર્નઓવર જેવી બાબતો પણ બનતી હોય છે. આવા કારણે ગઠીયાના રૂપમાં રહેલા કારીગરો ફાવી જાય છે. ખરેખર વેપારીઓએ જાગ્યા ત્યારથી સવાર સમજીને હવે આ સિસ્ટમ સુધારવાની જરૂર છે નહીં તો કયાં સુધી છેતરાતા રહેશે અને તેઓ સોની બજારમાં જુના અને પરફેકશન ધરાવતા વેપારીઓમાં પણ ગણગણાટ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News