શહેરના રૈયારોડ ઉપર આલાપ ગ્રીન સીટી નજીક આરએમસી કવાર્ટરમાં રહેતા યુવક ઉપર રિક્ષામાં આવેલા ત્રણ શખસોએ છરીના આડેધડ છ જેટલા ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ કરતા બચાવવા વચ્ચે પડેલા મિત્રને પણ છરીના ઘા ઝીકતા બંનેને લોહી લુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બનાવના પગલે યુનિવર્સીટી પોલીસે બાદ કિશોર સહીત ત્રણ સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા હતા. દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે સગીર સહીત બે ને ઝડપી પાડા હતા અને આજે જે વિસ્તારમાં હત્પમલો કર્યેા હતો ત્યાં યુનિવર્સીટી પોલીસે રી–કન્ટ્રકશન (વરઘોડો) કાઢી જાહેરમાં હાથ જોડાવી માફી મગાવી હતી. જે જોવા લોકોના ટોળા ઉમટા હતા.
પોલીસ સૂત્રોમાં નોંધાયેલી વિગત મુજબ રૈયારોડ ઉપર તુલસી સુપર માર્કેટ સામે આરએમસી આવાસ કવાર્ટરમાં રહેતો અને ફ્રત્પટનો ધંધો કરતો અંકિત ભીખુભાઇ સોલંકી (ઉ.વ.૨૦) અને ઇન્ડિયન પાર્ક આવાસ કવાર્ટરમાં રહેતો મિત્ર અજય ગોવિંદભાઇ સમેચા બંને ગત બપોરના બે વાગ્યાના અરસામાં આલાપ ગ્રીન સીટી પાસે ચોકમાં રેંકડીમાં ફ્રટ ભરતા હતા ત્યારે સીએનજી રીક્ષામાં આવેલા અમીન કાદરભાઈ કટારીયા તેનો સગીર ભાઈ અને નવાબ ફઝલભાઈ શેખએ ઝગડો કરી છરીના આડેધડ છ જેટલા ઘા ઝીકતા માથા, હાથ પીઠ અને પગના ભાગે ઇજા થઇ હતી જયારે મિત્ર અજય છોડાવવા વચ્ચે પડતા તેને પણ છાતીમાં છરીના ઘા ઝીકી દેતા દેકારો થવાથી માણસો ભેગા થઇ ગયા હતા અને ત્રણેય શખ્સો ત્યાંથી નાસી ગયા હતા. કોઈએ ૧૦૮ને ફોન કરતા બંને યુવકને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે યુનિવર્સીટી પોલીસને જાણ કરી હતી. જેના પગલે પોલીસે હોસ્પિટલ પહોંચી અંકિતની ફરિયાદ પરથી આલાપગરિન સીટી પાસે આરએમસી કવાર્ટરમાં રહેતા સગીર, રૈયારોડ પરના શિવપરામાં રહેતા અમીન કાદરભાઈ કટારીયા અને નવાબ ફૈઝલભાઈ શેખ સામે બીએનએસની કલમ ૧૦૯, ૧૦૯(એ), ૧૧૮, ૧૧૮(બી), ૧૧૫, સહીત હેઠળ ગુનો નોંધી ઝડપી પાડવા શોધખોળ શ કરી હતી જેમાં સગીર સહીત ત્રણેયને ઝડપી લઇ આજે બપોરના સમયે જે વિસ્તારમાં હત્પમલો કરવામાં આવ્યો હતો ત્યાં તેના ઘર પાસે જ હત્પમલાખોરોનું સરઘસ કાઢવામાં આવ્યું હતું.
આ હત્પમલો કરવા પાછળનું કારણ થોડા દિવસ પહેલા સગીર રિક્ષા હંકારતી વખતે ફરિયાદી અંકિતના કાકી નીતાબેનના દીકરા જયેશના પગ ઉપર વ્હિલ ચડી જતા ઇજા થઇ હતી આ બાબતે નીતાબેનએ અહેમદને ઠપકો આપતા અહેમદ ઝગડો કરતો હતો ત્યારે અંકિત ત્યાં આવી જતા વચ્ચે પડી સમાધાન કરાવ્યું હતું. જેનો ખાર રાખી આ હત્પમલો કર્યેા હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતનો 'મણિયારો રાસ' રાષ્ટ્રીય સ્તરે ચમક્યો: ગણતંત્ર દિવસની ઉજવણીમાં ત્રીજો ક્રમ મેળવ્યો
January 22, 2025 10:54 PMઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech