લોઠડામાંથી ગેસ રિફિલિંગનું કારસ્તાન ઝડપી લેતી આજીડેમ પોલીસ

  • December 23, 2024 03:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટમાં લોઠડા ગામે ચાલતા ગેસ રીફિલિંગનું કૌભાંડનો આજીડેમ પોલીસ દ્રારા પર્દાફાશ કરવામાં આવ્યો હતો. માત્રી કૃપા ગેસ એજન્સીનો સંચાલક પોતાની દુકાનમાં ગેસના મોટા બાટલાઓમાંથી ગેસ કાઢીની નાના બાટલાઓ ભરી ગ્રાહકોને ઓછા વજન વાળા બાટલાઓ ધાબડતો હતો. પોલીસે તેની દુકાનમાંથી ૧૪ ગેસની બોટલો અને રીફિલિંગના સાધનો મળી .૩૩,૪૦૦નો મુદામાલ કબ્જે કર્યેા હતો.
આજીડેમ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે એએસઆઈ રવિભાઈ વાંક અને હાનભાઈ ચાનીયાને બાતમી મળી હતી કે, લોઠડા ગામે આવેલ માત્રી કૃપા ગેસ એજન્સીનો સંચાલક મનીશ શૈલેષ ભાલારા નામનો શખસ પોતાની ગેસ એજન્સીમાં ગેરકાયદે ગેસAjidem police crack down on gas refilling operations in Lotha રીફીલીંગ કરી રહ્યો છે.જેથી દરોડો પાડી ઝડતી લેતા ખુલ્લી જગ્યામાં ગેસના નાના– મોટા બાટલાઓ તથા ઈલેકટ્રીક વજન કાંટો મળી આવ્યો હતો અને ગેસ રીફીલીંગ શ હોવાનું જોવા મળ્યું હતું.
જેથી પોલીસે ૧૪ ગેસના બાટલા અને ગેસ રીફિલિંગનો સમાન કબ્જે કરી મનીશ શૈલેષ ભાલારાની ધરપકડ કરી પૂછતાછ કરતા પોતે ગેસના બાટલામાંથી બે કિલો ગેસ ઓછો આપી ગ્રાહકો પાસેથી પૂરા પિયા લઇ આ પ્રકારે ગોલમાલ કરતો હોવાની કબુલાત આપી હતી. જેથી પોલીસે ૧૪ ગેસના બાટલા સહિત .૩૩,૪૦૦નો મુદામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application