એક સભ્યની ભૂલની સજા આખા પરિવારને ન આપી શકાય: સુપ્રીમ

  • September 13, 2024 02:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સુપ્રીમ કોર્ટે ખેડા જીલ્લાના એક કેસની સુનાવણી દરમિયાન ટકોર કરી હતી કે પરિવારના કોઈ એક સભ્યની ગુનામાં કથિત સંડોવણી આખા પરિવારની કાયદેસરની મિલકત તોડી પાડવાનો આધાર નથી, ઘરના કોઈ એક સભ્યના ગુના માટે આખા પરિવારને સજા ન આપી શકાય . અદાલતે મકાન તોડી પડવા સામે સ્ટે આપ્યો છે.
ગુજરાતના એક કેસની સુનાવણી કરતાં કોર્ટે આદેશમાં કહ્યું છે કે પરિવારના કોઈ સભ્ય પર ગુનાનો આરોપ લાગવો એ મકાન પર બુલડોઝર ચલાવવાનો આધાર નથી બની શકતો. દેશમાં કાયદાનું શાસન છે. બે પ્રકારના કેસોને ભેગા કરીને કાર્યવાહી કરવી યોગ્ય નહીં કહેવાય. જો કોઈ મકાન કાયદેસર છે તો તેને તોડી પાડી શકાય નહીં.
ખેડાના એક વ્યકિતએ દાવો કર્યેા હતો કે તેના કાયદેસર રીતે બનાવેલા મકાનને નગરપાલિકા તોડી પાડવા માંગે છે. પરિવારના એક સભ્ય સામે નોંધાયેલીફરિયાદ પછી આવું કરવામાં આવી રહ્યું છે. સુપ્રીમ કોર્ટે કેસમાં નોટિસ જારી કરતાં નગરપાલિકાની કાર્યવાહી પર રોક લગાવી દીધી. અદાલતે સુનાવણી દરમિયાન આ અંગે કડક ટિપ્પણી પણ કરી. ન્યાયમૂર્તિ હૃષિકેશ રોય, સુધાંશુ ધૂલિયા અને એસવીએન ભટ્ટીની બેન્ચે કહ્યું કે દેશમાં કાયદો સર્વેાચ્ચ છે. કોર્ટ આ પ્રકારની કાર્યવાહી પર આખં મીંચી શકે નહીં.
ગુજરાતના ખેડા જિલ્લામાં રહેતા અરજદાર જાવેદઅલી મહેબૂબમિયા સૈયદે દાવો કર્યેા છે કે તેમના એક પૈતૃક ઘરને કાઠલાલ નગરપાલિકા તોડી પાડવાનો પ્રયાસ કરી રહી છે, યારે તે કાયદેસર છે. તેમનું કહેવું છે કે ૨ સપ્ટેમ્બર ૨૦૨૪ના રોજ તેમના ભાઈ વિદ્ધ જાતીય સતામણી અને હત્પમલાના આરોપોમાં એક ફરિયાદ નોંધાઈ. તેના ચાર દિવસ પછી પાલિકાએ તેમને એક નોટિસ મોકલી, જેમાં તેમના ઘરને તોડી પાડવાની વાત કહેવામાં આવી હતી. અરજીમાં સૈયદે દલીલ કરી કે મકાન તોડી પાડવાનો હેતુ પરિવારના એક સભ્ય પર લગાવેલા ફોજદારી આરોપો માટે આખા પરિવારને સજા કરવાનો છે. ગુવારની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું,કે ઘરના કોઈ એક સભ્ય દ્રારા કરાયેલા ગુના માટે આખા પરિવારને સજા કરવી અને કાયદેસર મકાનને તોડી પાડવું યોગ્ય નથી. સર્વેાચ્ચ અદાલતે આદેશ આપ્યો કે આ દરમિયાન અરજદારની મિલકતના સંબંધમાં બધા સંબંધિત પક્ષો તરફથી યથાસ્થિતિ જાળવી રાખવી જોઈએ


બીજા એક કેસમાં અદાલતે કરી ટીકા
એક સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે તે આખા ભારતમાં આ પ્રકારની કાર્યવાહીને નિયંત્રિત કરવા માટે માર્ગદર્શિકા જારી કરશે. જસ્ટિસ ભૂષણ આર ગવઈ અને કેવી વિશ્વનાથનની બેન્ચે સવાલ કર્યેા હતો કે કોઈ વ્યકિત પર ગુનાનો આરોપ હોવા પર જ ઘરને કેવી રીતે તોડી પાડી શકાય. બેન્ચે કહ્યું હતું કે યોગ્ય કાનૂની પ્રક્રિયાઓનું પાલન કર્યા વિના દોષસિદ્ધિ પણ આવી કાર્યવાહીને યોગ્ય ઠેરવતી નથી. એક પિતાનો દીકરો હઠીલો હોઈ શકે છે, પરંતુ જો આ આધારે ઘરને તોડી પડાય... તો આ રીત નથી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News