બિગ-બીની ફિલ્મ શહેનશાહનું સ્ટીલ આર્મવાળું ખાસ જેકેટ ક્યાં છે

  • March 22, 2023 04:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  • અમિતાભ બચ્ચને ખુદ નવરાસની પળોમાં આ જેકેટ અંગે કર્યો ખુલાસો
  • શહેનશાહમાં આ જેકેટ થકી સીનિયર બચ્ચન દુશમનોનો ખુરદો બોલાવે છે



મિલેનિયમ સ્ટાર અમિતાભ બચ્ચન 80 વર્ષ વટાવીને પણ આજે બોલીવૂડમાં સક્રીય છે. દર વર્ષે તેમની ફિલ્મો આવતી રહે છે. તેમને બોલીવૂડના શહેનશાહ માનવામાં આવે છે. આ જ નામની એક ફિલ્મ પણ તેમની આવી હતી. જેનું એક ગીત અંધેરી રાતો મેં...સુમસાન રાહો પર.... બહુ ફેમસ થયું હતું. આ ફિલ્મમાં અમિતાભે રોબિન હુડ જેવા કેરેક્ટરની ભૂમિકા ભજવી હતી. જે છુપાવેશમાં દુષણ સામે લડી ગરીબોની મદદ કરે છે. દિવસે ડરપોક, સીધો સાધો ઇન્સ્પેક્ટર રાત્રે તાકતવર શહેનશાહ બની જાય છે. આ ફિલ્મમાં અમિતાભે એક ખાસ પ્રકારનું જેકેટ પહેર્યું છે. હવે દાયકાઓ બાદ ખુદ બિગ-બીએ તેના અંગે એક ખુલાસો કર્યો. 

આમ તો અમિતાભ બચ્ચનની શોલે, શાન, દીવાર હોય કે શહેનશાહ દરેક ફિલ્મની ચર્ચા સોશિયલ મીડિયા પર થાય છે. હાલ જ તેમની સુપરહિટ ફિલ્મ શોલેના શૂટિંગના અમુક અનસીન ફોટોઝ સોશિયલ મીડિયા પર વાઈરલ થયા હતા ત્યારે બિગ બીએ પોતે જ પોતાની એક જૂની ફિલ્મને લઈને એક રસપ્રદ ખુલાસો કર્યો છે. વર્ષ 1988ની ફિલ્મ શહેનશાહના પોપ્યુલર જેકેટ વિશેનો એક કિસ્સો અમિતાભ બચ્ચને શેર કર્યો છે. આ ફિલ્મમાં જે સ્ટીલ આર્મવાળું જેકેટ હતું તે તેમના સાઉદી અરેબિયાના ખાસ મિત્રએ ભેટમાં આપ્યું હતું.


બિગ બીએ પોતાના ટ્વિટર હેન્ડલ પર ટ્વીટ કરીને પોતાના આ ખાસ મિત્રને સંબોધ્યો હતો અને કહ્યું હતું કે....

મને એ વાતની ખુશી છે કે, તમને એ જેકેટ ગિફ્ટમાં મળ્યું કે, જે મેં શહેનશાહ ફિલ્મમાં પહેર્યું હતું. હું એક દિવસ તમને જણાવીશ કે, આ જેકેટ કેવી રીતે હું ફરી મેળવવામાં સક્ષમ બન્યો હતો. તમને મારો અપાર પ્રેમ. 

 90નાં દાયકાનાં અંતમાં આ જેકેટ એક સ્ટેટસ સિમ્બોલ બની ગયુ હતુ. અભિનેતાએ પોતાના મિત્ર દ્વારા શેર કરવામાં આવેલા એક થેન્ક્યૂ નોટ પર રીટ્વીટ કર્યું હતું. આ ટ્વીટમાં લખ્યુ હતુ કે, એન્ટરટેઈનમેન્ટની દુનિયાનાં મહાન અને શ્રેષ્ઠ અભિનેતામાના એક અમિતાભ બચ્ચન, તમે ફક્ત ભારત માટે જ નહી પણ વિશ્વ માટે એક સન્માન છો. તમારા માટે મોકલવામાં આવેલી ગિફ્ટ માટે આભાર, તે મારા માટે ખૂબ જ મહત્વની છે. આ ટ્વીટ સાથે જ ભારત અને સાઉદી અરેબિયાનાં ધ્વજનાં પ્રતીકો પણ જોડવામાં આવ્યા હતા.

12 ફેબ્રુઆરી,1988માં રિલીઝ થયેલી શહેનશાહમાં અમિતાભ બચ્ચને વિજય શ્રીવાસ્તવની ભૂમિકા ભજવી હતી. જે આખો દિવસ એક ભ્રષ્ટ પોલીસ ઈન્સપેક્ટર બનીને ફરે છે અને રાતના સમયે અન્યાયની વિરુદ્ધ લડે છે. આ ફિલ્મમાં તેમની સાથે મિનાક્ષી શેષાદ્રી, પ્રાણ, અરુણા ઈરાની, પ્રેમ ચોપરા, અમરીશ પુરી, કાદર ખાન, સુપ્રિયા પાઠક અને અવતાર ગિલની સાથે સહ-અભિનય કર્યો હતો. આ ફિલ્મને બોક્સ ઓફિસ પર ભારે સફળતા મળી છે. જો વર્કફ્રન્ટની વાત કરીએ તો અમિતાભ બચ્ચન હવે પ્રોજેક્ટ-Kમાં દેખાશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application