સાવરકુંડલામાં જે ડર હતો તે જ થયું: ૪૫ ટકા ઓછા ભાવે વસ્તુના નામે ગરીબો, શ્રમિકો સાથે કરોડો રૂપિયાની ઠગાઇ

  • November 01, 2023 12:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

છેલ્લ ા એક અઠવાડિયાથી સાવરકુંડલા સ્થિત કાઠી ક્ષત્રિય અગ્રણી અને અમરેલી જિલ્લ ા ચેમ્બર ઓફ કોમર્સના મહામંત્રી પ્રતાપ ખુમાણ દ્વારા તમામ સમાચાર માધ્યમો દ્વારા તથા તમામ અધિકારીઓ જિલ્લ ા કલેક્ટર, અમરેલી, જિલ્લ ા પોલીસવડા, અમરેલી, નાયબ પોલીસ અધિક્ષક, સાવરકુંડલા, મામલતદાર, સાવરકુંડલા,પોલીસ ઇન્સ્પેક્ટર ટાઉન,સાવરકુંડલાને લેખિત અને વિડિયો ઓડિયો..ફોટા સહિત રજૂઆત કરી ચેતવતા આવ્યા હતા કે, ગરીબ લોકો છેતરામણીનો ભોગ બને તે પહેલા સાવચેતીના પગલા ભરવા જરૂરી હોવાની વિનંતી કરતા રહ્યા હતા અને છેલ્લ ા એક મહિનાથી મદ્રાસ ચેન્નઈથી ઊતરી પડેલ આ ગોલ્ડ સ્ટાર હોમ નીડસ ઓર્ડર સપ્લાયર્સ નામની બનાવટી પેઢીના માલિકો છડે ચોક લોકોને અને ખાસ કરીને ગરીબ,સાધારણ, મજુર પરિવારોને લલચામણી ઓફરો કરીને થોડો સમય વાયદા પ્રમાણે ૪૫% ઓછા ભાવે વસ્તુનું વેચાણ કરી એક સાથે જાજો દલ્લ ો ભેગો થયો એટલે રાતોરાત ગોડાઉન ખાલી કરી રફુચક્કર થઈ ગયા છે. જે મકાનમાં ભાડે રહેણાંક કર્યું હતું તે પણ ખુલ્લ મ ખુલ્લ ું મૂકીને જતા રહ્યા છે. સૌથી વધુ ભોગ ગ્રામ્ય વિસ્તાર તથા સાવરકુંડલા શહેરના છેવાડાના અતિ ગરીબ સાધારણ મજૂર પરિવારો બન્યા છે.અમુક સુખી સંપન્ન વ્યક્તિઓએ પણ લોભ અને થોભ નહીઁ તેમ એક એક લાખ જેવી રકમો જમા કરાવી છે.એક અંદાજ મુજબ આ કુલ આંકડો કરોડો રૂપિયામાં થવા જાય છે. કારણ કે આ ઠગ ટોળકીએ તારીખ ૨૯/૧૦ રવિવાર સુધી રકમ ઉઘરાવવાનું ચાલુ રાખ્યું હતું અને તારીખ ૨૯/૧૦ સુધી માલની ડિલિવરી જેમણે અગાઉ ૧૨ દિવસ પહેલાં પૈસા જમા કરાવ્યા હતા તેને આપી દીધી હતી.હવે જે લોકોને તારીખ ૩૧/૧૦ ડિલિવરીની ડેટ આપી હતી અને તે દિવસે માલ આપવાનો હતો,ત્યારે લોકો સવારે આ કંપનીના ગોડાઉન માં પોતાની વસ્તુ લેવા પહોંચ્યા ત્યારે ત્યાં કોઈ હતું જ નહીં.વહેલી સવારે જ રફૂચક્કર થઈ ગયા હતા.
​​​​​​​
દર સોમવારે અઠવાડિક રજા રાખતા હતા એટલે છેલ્લ ો દિવસ તારીખ ૨૯/૧૦ રવિવાર સુધી રેગ્યુલર વેચાણ ચાલુ રાખ્યું હતું. દસ-બાર દિવસ અગાઉ તમામ રકમ વસ્તુ પેટે જમા લઈ બાર દિવસ બાદ વસ્તુની ડિલિવરી ગ્રાહકને અપાતી હતી એટલે એક અંદાજ મુજબ તા.૧૮/૧૦/૨૩ થી તા. ૨૯/૧૦/૨૩ સુધી જેટલા લોકોએ રકમ જમા કરાવી હતી,તેમને ડિલિવરી તા.૩૧/૧૦ થી ૧૨/૧૧/૨૩ સુધીની આપેલી છે. એટલે આટલા લોકો ઠગ ટોળકીનો ભોગ બની ચૂક્યા છે એમ કહેવાય.


હવે આ તમામ લોકોમાં મોટાભાગે અશિક્ષિત અને પછાત વર્ગના પરિવારો વધારે છે એટલે અસંગઠિત છે,માટે પોતે પોતાનો અવાજ ક્યાંય ઉઠાવી શકે નહીં એટલા માટે સમાજ સેવી અગ્રણી પ્રતાપભાઈ ખુમાણ દ્વારા ભોગ બનેલા તમામ પરિવારને એક અપીલ કરવામાં આવી છે કે, જેમણે રકમ જમા કરાવી હોય અને વસ્તુની ડિલિવરી ન મળી હોય તે પોતાની રિસિપ્ટની ઝેરોક્ષ નકલ સનરાઈઝ સ્કુલ,શિવાજી નગર,સાવરકુંડલાની ઓફિસમાં જમા કરાવે જેથી આ તમામ આધારભૂત માહિતી યોગ્ય સત્તાવાળાને સોંપવામાં આવશે જેથી આ ટોળકી કુલ ખરેખર કેટલી રકમ ઉસેડી ગઈ છે, તે ખ્યાલ આવશે. જવાબદાર સત્તાવાળાઓ આ લોકો જ્યાં ક્યાંય નાસી ગયા હોય ત્યાંથી પકડી તેમના વતનમાંથી તેમની મિલકતો જરૂર પડે તો જપ્ત કરીને પણ આ ગરીબ પરિવારોનાં પરસેવાની કાળી મજૂરી કરીને એકઠી કરેલ કમાણી પરત કરાવી ન્યાય અપાવે અને એક દાખલા રૂપ કાર્યવાહી કરે તેવી લોક લાગણી સાથે આ ચેન્નઇ ટોળકી સામે રોષ ભભૂકી રહ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application