પશ્ચિમ રેલવે મજદૂર સંઘ ટેબલ ટેનિસના ખેલાડીઓને આપે છે વિનામૂલ્યે તાલીમ

  • March 31, 2023 04:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત એક સમયે ટેબલ ટેનિસની રમતનું હબ હતું જયારે આજે સુવિધનાના અભાવે નેશનલ પ્લેયર ઘટી રહ્યા છે ત્યારે રેલવે મજદૂર સઘં દ્રારા ટેબલ ટેનિસના ખેલાડીઓ માટે વિનામૂલ્યે તાલિમ આપવાની શરૂઆત કરવામાં આવી  છે. પશ્ચિમ રેલવે મજદૂર સંઘની એકેડમી ખાતે નેશનલ ગેઈમ રમેલા કોચ દ્રારા વિનામૂલ્યે ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. આ ઉપરાંત ટેબલ ટેનિસ રમવા માટે જો કોઈ પાર્ટનર ન હોય તો રોબોટ સાથે પણ રમી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.



વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘના જનરલ સેક્રેટરી અને રાજકોટ ડિસ્ટ્રીકટ ટેબલ ટેનિસ એસોસિએશનના સેક્રેટરી હિરેન મહેતાના જણાવ્યા મુજબ રેલવે મજદૂર સંઘની કચેરી પાસેના મેદાનમાં છેલ્લા બે માસથી ટેબલ ટેનિસના ખેલાડીઓને નિ:શુલ્ક તાલિમ આપવામાં આવી રહી છે. આ ઉપરાંત જે ખેલાડી સાથે રમવા માટે પાર્ટનર ઉપલબ્ધ નથી તેઓ રોબોટ મશીન સાથે પણ ટેબલ ટેનિસ રમી શકે છે જેમાં રોબોટ મશીન દ્રારા મોબાઈલ સોફટવેરની મદદથી બોલ નાખવામાં આવે છે જેમાં એક સાથે ૧૦૦ બોલ નાખી શકવાની ક્ષમતા છે.



આ ઉપરાંત નેશનલ ગેઈમ માટે કોચ કિરણ ભટ્ટ, મનિષ મહેતા, તેમજ વિરેન્દ્ર ચોલેરા ખેલાડીઓને વિનામૂલ્યે તાલીમ આપી રહ્યા છે. જે બજારમાં ૮૦૦ એન્ટ્રી ફ્રી ઉપરાંતના ખર્ચ થતાં હોય છે તે અહીં વિનામૂલ્યે રમાડવામાં આવે છે. ટેબલ ટેનિસની રમતમાં આગળ વધવા માગતા ખેલાડીઓ માટે આ એકેડમી આશીર્વાદ રૂપ છે. આ એકેડમીમાં હાલમં જયનીલ મહેતા, જલય પંડયા, મીતરાજ જાડેજા જેવા નેશનલ પ્લેયર તાલીમ મેળવી વિવિધ કક્ષાએ ઉચ્ચ સ્થાન મેળત્તી ચૂકયા છે.




આ એકેડમી શરૂ કરવામાં વજુભાઈ વાળા, ટેબલ ટેનિસ એસોસિએશનના પ્રેસિડેન્ટ હિતેશભાઈ બગડાઈ અને ઈન્દુભાઈ વોરા સહિતનાનો સહયોગ મળી રહ્યો છે. તેમજ ટેબલ ટેનિસ ઉપરાંત પશ્ચિમ રેલવે મજદૂર સઘં દ્રારા બાસ્કેટબોલ, ફુટબોલ લોન ટેનિસ, ક્રિકેટ જેવી વિવિધ રમતોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આ રમતોને વધુ વેગ મળે તે માટે પ્રેકિટસ સ્ટેડિયમ બને તેવી માગ ઉઠી છે.



પ્લેયર પાર્ટનર ન હોય તો રોબોટ સાથે પણ ટેબલ ટેનિસ રમી શકાય છે. ટેબલ ટેનિસની રમત રમવા માટે બે વ્યકિતની જરૂર હોય છે પરંતુ જો પાર્ટનર ન હોય તો  રોબોટ મશીન સાથે રમી શકાય છે. જેને એપ્લિકેશનની મદદથી ઓપરેટ કરવામાં આવે છે જેમાં ૧૦૦થી વધુ બોલ નાખવામાં આવે છે અને કાઉન્ટરબોલ ઓફ સ્પીન બોલ, પુશ, કટબો, રેન્ડમબોલ સહિત અલગ અલગ  રીતે રમી શકાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application