'અમે મંગળ અને શુક્ર પર જવા માટે સક્ષમ છીએ, પરંતુ...', ઈસરોના વડા એસ સોમનાથનું નિવેદન

  • August 27, 2023 01:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઈસરોના અધ્યક્ષ એસ સોમનાથે ચંદ્રયાન-3 પછીના આગામી મિશન વિશે સારા સમાચાર આપ્યા છે. તેમણે કહ્યું કે ઈસરોનું આગામી લક્ષ્ય આદિત્ય એલ-1 મિશન લોન્ચ કરવાનું છે. તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. તેમણે ચંદ્રયાન-3 વિશે સમાચાર આપ્યા. સોમનાથે કહ્યું, લેન્ડર અને રોવર યોગ્ય રીતે કામ કરી રહ્યા છે.


ચંદ્ર પર ચંદ્રયાન-3ના સફળ ઉતરાણ બાદ ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) ખૂબ જ ઉત્સાહિત છે. સ્પેસ એજન્સી ફરી એકવાર ઈતિહાસ રચવાની તૈયારી કરી રહી છે. ઈસરોના ચીફ એસ સોમનાથે શનિવારે કહ્યું કે હવે આદિત્ય એલ-1 મિશન સપ્ટેમ્બરના પહેલા સપ્તાહમાં લોન્ચ કરવામાં આવશે. તેની તૈયારી પૂર્ણ થઈ ગઈ છે. તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. તેમણે કહ્યું કે ઈસરોનું આગામી લક્ષ્ય તેને લોન્ચ કરવાનું છે.


એસ સોમનાથે કહ્યું, ભારત વધુ આંતરગ્રહીય મિશન શરૂ કરવા સક્ષમ છે. ઈસરો સ્પેસ સેક્ટરના વિસ્તરણ દ્વારા દેશની એકંદર પ્રગતિનો એક ભાગ બનવાનું લક્ષ્ય ધરાવે છે. તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના અંતરિક્ષ ક્ષેત્ર વિશે લાંબા ગાળાના વિઝન ધરાવે છે અને ISRO તેને લાગુ કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. મૂન મિશનની સફળતા પછી, એસ સોમનાથ શનિવારે સાંજે પ્રથમ વખત કેરળની રાજધાની તિરુનંતપુરમ પહોંચ્યા.


'ચંદ્રયાન-3ની 100 ટકા સફળતા પર ફોકસ'
ઈસરોના વડાએ પણ ચંદ્રયાન-3 અંગે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, અમારો ઉદ્દેશ્ય માત્ર સોફ્ટ લેન્ડિંગ નથી, પરંતુ ચંદ્રયાન-3ના તમામ પાસાઓ 100 ટકા સફળ રહે તેના પર અમારૂ ધ્યાન છે. તેમણે કહ્યું કે આખા દેશને આના પર ગર્વ છે અને અમને સમર્થન મળી રહ્યું છે. સોમનાથે કહ્યું- તેઓ અને તેમના સાથીદારો ISROની ઐતિહાસિક સિદ્ધિનો ભાગ બનવા બદલ ખુશ અને ગર્વ અનુભવે છે. તેમણે લોકોને ભવિષ્યના પ્રયાસોમાં પણ તેમનો સહયોગ ચાલુ રાખવા અનુરોધ કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application