કોઠારીયા રોડ પર પાણીની લાઇન ધડાકાભેર લિકેજ

  • December 02, 2023 03:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરના વોર્ડ નં.16માં કોઠારીયા રોડ ઉપર મધરાત્રે પાણીની લાઇન ધડાકાભેર લિકેજ થતા મેહુલ નગર સહિતના વિસ્તારોમાં પાણી વિતરણ ખોરવાયું હતું. રાત્રી દરમિયાન લાઈન લિકેજ થયાની વહેલી સવારે જાણ થઈ ત્યાં સુધીમાં તો સમગ્ર વિસ્તારમાં પાણીની રેલમછેલ થઇ ગઇ હતી.
મ્યુનિ.સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ વોર્ડ નં.16 કોઠારીયા રોડના મેહુલ નગર વિસ્તારમાં મોડી રાતે પાણી વિતરણની માટેની 150 એમએમની લાઇન એર બ્લોકના કારણે લીક થતા રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હતા. તંત્રને જાણ થયા બાદ તુરંત આ ઘટનાની જાણ થતા જ રીપેરીંગ હાથ ધરવામાં આવ્યું હતું. અલબત્ત લાઇન લિકેજ થવાને કારણે સોરઠીયાવાડીથી મેહુલનગર સુધીના વિસ્તારોમાં આજે વિતરણ વહેલા મોડું થયું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application