બનવું હતું આર્મી ઓફિસર, બની ગઈ હાઇએસ્ટ પેડ એક્ટ્રેસ

  • April 10, 2024 10:58 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બનવું હતું આર્મી ઓફિસર, બની ગઈ હાઇએસ્ટ પેડ એક્ટ્રેસ

ભોપાલથી આવેલી દિવ્યાંકા ત્રિપાઠી અમિતાભ બચ્ચન સાથે કરી ચુકી છે કામ


ભોપાલથી આવેલી એ છોકરી જેણે ટીવી પર આદર્શ  વહુ બનીને દર્શકોના દિલ જીતી લીધાં. આજે આ એક્ટ્રેસ ટીવીની હાઇએસ્ટ પેડ એક્ટ્રેસીસમાં સામેલ છે. આજે આ એક્ટ્રેસ પોતાની સીરિયલના દર એપિસોડ માટે લાખો રૂપિયા ફીસ ચાર્જ કરે છે, પરંતુ ખરેખર તે ક્યારેય એક્ટિંગની દુનિયામાં આવવા માગતી ન હતી. તે જોગાનુજોગ એક્ટિંગની દુનિયામાં આવી અને દશકોથી ટચૂકડા પડદે રાજ કરી રહી છે. ત્યાં સુધી કે તેણે સદીના મહાનાયક અમિતાભ બચ્ચન સાથે પણ સ્ક્રીન શેર કરી છે.


ફિલ્મોમાં સફળતા, ફેમ અને પૈસા સરળતાથી નથી મળતાં. આ ઇન્ડસ્ટ્રીમાં કંઇ પણ મેળવવા માટે એક્ટર્સે એડી-ચોટીનું જોર લગાવવાનું પડે છે. બોલિવૂડ સ્ટાર્સની વાત હોય કે ટીવી એક્ટર્સની, દરેકના કરિયરમાં અલગ-અલગ પ્રકારના પડકાર આવે છે અને એક્ટર્સે આ પડકારોનો સામનો કરતાં આગળ વધવું પડે છે. આજે ટીવીની જે લોકપ્રિય એક્ટ્રેસની અહીં વાત કરી રહ્યાં છીએ તે દિવ્યાંકા ત્રિપાઠી છે. 

એ વર્ષ 2004માં ‘ઇન્ડિયાઝ બેસ્ટ સિનેસ્ટાર કી ખોજ’થી કરિયરની શરૂઆત કરી હતી અને વર્ષ 2006માં તે ટીવીની પોપ્યુલર સીરિયલ ‘બનૂં મે તેરી દુલ્હન’માં લીડ રોલમાં જોવા મળી હતી. આ સીરિયલથી તેણે ઘર-ઘરમાં ઓળખ મેળવી હતી. દિવ્યાંકા ત્રણ વર્ષ સુધી આ સીરિયલનો હિસ્સો રહી હતી.

‘બનું મેં તેરી દુલ્હન’ પછી દિવ્યાંકા ત્રિપાઠીએ ‘ખાના ખઝાના’, ‘ઇન્તેઝાર’, ‘મિસ્ટર એન્ડ મિસિસ શર્મા અલ્હાબાદવાલે’, ‘રામાયણ’, ‘તેરી મેરી લવ સ્ટોરીઝ’, ‘અદાલત’, ‘યે હૈ મોહબ્બતેં’ જેવી સિરિયલોમાં કામ કર્યું છે. દિવ્યાંકા ત્રિપાઠીને ફરી એકવાર ‘યે હૈ મોહબ્બતેં’થી દર્શકો વચ્ચે જબરદસ્ત લોકપ્રિયતા મળી. 

ટીવી શોઝની જાણીતી એક્ટ્રેસ દિવ્યાંકા ત્રિપાઠી પણ ટીવીના પોપ્યુલર સ્ટંટ રિયાલિટી શો ‘ખતરોં કે ખિલાડી’માં જોવા મળી છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ મુજબ, આજે આ એક્ટ્રેસ દર એપિસોડ માટે 1થી 1.5 લાખ રૂપિયાની તગડી ફીસ ચાર્જ કરે છે. 

ટીવીની ફેવરેટ વહુ દિવ્યાંકા ત્રિપાઠી ભલે આજે પડદા પર રાજ કરી રહી હોય, પરંતુ હકીકતમાં તે ક્યારેય એક્ટિંગની દુનિયામાં આવવા માંગતી ન હતી. ભોપાલની આ એક્ટ્રેસ ઇન્ડિયન આર્મીમાં ઓફિસર બનીને દેશની સેવા કરવા માંગતી હતી, પરંતુ તેની કિસ્મતમાં કંઈક બીજું જ હતું.

ભોપાલમાં એક લોકલ બ્યૂટી પેજેંટે દિવ્યાંકા ત્રિપાઠીની કિસ્મત બદલી નાખી હતી. તેણે મસ્તીમાં પોતાના મિત્રોના કહેવા પર ભોપાલના ના બ્યૂટી પેજેંટમાં ભાગ લીધો હતો અને તે તેની વિજેતા બની હતી અને અહીંથી તેણે મોડેલિંગની દુનિયામાં તેની નવી કરિયરની શરૂઆત કરી હતી.

દિવ્યાંકા ત્રિપાઠી માત્ર ટીવી પર જ નહીં પરંતુ બોલિવૂડની ગણતરીની નસીબદાર એક્ટ્રેસીસમાં પણ સામેલ છે જેમને સદીના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન સાથે સ્ક્રીન શેર કરવાની તક મળી. વોશિંગ પાવડર ઘડીની એડમાં દિવ્યાંકા ત્રિપાઠી અને અમિતાભ બચ્ચન સાથે જોવા મળ્યા હતા




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application