વાંકાનેર: કોપર વાયરની ચોરી કરતી ગેંગ સકંજામાં, રૂ.૧૦ લાખનો મુદ્દામાલ જપ્ત

  • December 22, 2023 11:17 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વાંકાનેર શહેર નજીક લીંબાળાની ધાર પાસે આવેલ પાણી પુરવઠા બોર્ડના પંપીંગ સ્ટેશન ખાતે એક ચાલુ વિજ ટ્રાન્સફોર્મર તથા એક સ્પેરમાં રાખેલ વિજ ટ્રાન્સફોર્મરમાંથી મળી ૮૦૦ કિલોથી વધુ કોપર વાયરની ચોરી કરવામાં આવી હોય જે બનાવમાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જે ભેદ ઉકેલવામાં મોરબી એલસીબી ટીમને સફળતા મળી છે. જેમાં પોલીસે આવા ચોરીના બનાવોને અંજામ આપતા પરપ્રાંતીય ગેંગના પાંચ શખસો ઝડપી પાડી વાંકાનેર, ચોટીલા, લખતર, મુળી સહિત છ કોપર વાયરની ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો છે. 


આ ચોરીના બનાવમાં પોલીસે તપાસનો ધમધમાટ શ‚ કર્યો હોય જેમાં વાંાકાનેરના બનાવ બાદ ચોટીલા ખાતે રાજકોટ-અમદાવાદ હાઈવે પર આવેલ ચાણપા ગામના પાટીયા નજીક ગુજરાત પાણી પુરવઠા બોર્ડના પંપીંગ સ્ટેશન ખાતે પણ આ પ્રકારે કોપર વાયરની ચોરીનો બનાવ બન્યો હતો. જેના આધારે પોલીસે તપાસ વધુ તેજ કરતા ચોકકસ બાતમીને આધારે આ ચોરી લીંબડી-અમદાવાદ હાઈવે પર આવેલ રામભરોસે હોટલની બાજુમાં આવેલ ભંગારનો ડેલો ધરાવતા ચુની ભે‚મલ ગુર્જર સહિતનાએ કરી હોવાની માહિતી મળી હતી. જેના આધારે સ્થળ પર તપાસ કરતા ઉપરોકત ચોરીના ગુનાને અંજામ આપનાર ત્રણ ઈસમો તથા ચોરીનો માલ રાખનાર બે ઈસમો એમ કુલ પાંચ ઈસમો, ચોરીના બનાવમાં ઉપયોગમાં લીધેલ વાહન તથા કોપર વાયરનો જથ્થો મળી આવ્યો હતો. 


જેથી પોલીસે આ બનાવમાં પરપ્રાંતીય ગેંગના આરોપી ચુની ભે‚લાલ ગુર્જર ઉ.વ.૨૫, રહે. લીંબડી, પ્રભુ ઈશ્ર્વર ગુર્જર ઉ.વ.૨૩ રહે. લીંબડી, દીપક રેખારામ ગુર્જર ઉ.વ.૨૧ રહે. શામળાજી, રતન સરવણ ગુર્જર ઉ.વ.૨૧ રહે. લીંબડી, લક્ષ્મણ મેઘરાજ કુમાવત ઉ.વ.૨૮ રહે. અમદાવાદને ઝડપી લીધા હતા. 


પોલીસે ઝડપાયેલ આરોપીઓ પાસેથી ૫૦૭ કિલો કોપર વાયરના ગુચરા કિ.‚ા.૩,૨૯,૫૫૦, એક બલેનો કાર નં.જીજે૩૩એફ ૧૮૮૦ કિં.‚ા.૩ લાખ, રોકડ રકમ ‚ા.૧,૮૦,૦૦૦, અશોક લેલન દોસ્ત મોડલની નંબર પ્લેટ વગરનું માલવાહક વાહન કિ.‚ા.૨ લાખ, ૧૦ નંગ પાના કિ.‚ા.૧૧૦૦, પકડ ચોરી કટર, હાથાવાળા મોટા કદર લોખંડની કોસ નંગ ૬, કિં.‚ા.૨૪૦૦, છ મોબાઈલ કિં.‚ા.૨૫,૫૦૦ સહિત કુલ ‚ા.૧૦,૧૩,૨૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ સાથે જ આ બનાવમાં પરપ્રાંતીય ગેંગના આરોપી રાજુ ગુર્જર રહે.નાબરીયા, ધર્મેશ બાબુ ગુર્જર રહે. આંકીયા, સુખદેવ ગુર્જર રહે. કવાસ્કાગુડા, ગોરધનનાથ સુગનનાથ યોગી રહે. જીતી, સુરેશ ગુર્જર રહે. બરવાડા, ડાલુ સાઓ હાલુ ગુર્જર રહે. બબાના, પ્રકાશ પન્નાલાલ સાલ્વી રહે. કુવાસ્કાનું નામ ખુલતા પોલીસે આ તમામને ફરાર દર્શાવી તેની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application