લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કા માટે મતદાન શ થઈ ગયું છે. સવારે ૭ વાગ્યાથી મતદાન શ થયું હતું. આ તબક્કામાં આઠ રાયો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ૫૮ બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. છઠ્ઠા તબક્કામાં ૧૧ કરોડથી વધુ મતદારો કુલ ૮૮૯ ઉમેદવારોનું ભાવી નિશ્ચિત કરશે, જેમાં ત્રણ કેન્દ્રીય મંત્રી, ત્રણ પૂર્વ મુખ્યમંત્રી અને અભિનેત્રી કંગના રનૌત સહિતના ફિલ્મ સ્ટાર્સનો સમાવેશ થાય છે. છઠ્ઠા તબક્કામાં ભાજપ સાથે કોંગ્રેસ, આમ
આદમી પાર્ટી અને ઈન્ડિયા બ્લોકના અન્ય પક્ષોના અનેક અગ્રણી નેતાઓનું નસીબ દાવ પર લાગ્યું છે. છઠ્ઠા તબક્કાના મતદાનમાં કુલ ૫૮ બેઠકોમાંથી ૧૫ બેઠકો પરની ચૂંટણી હાઈપ્રોફાઈલ હોવાનું મનાય છે, જેમાં ત્રણ પૂર્વ મુખ્યમંત્રીઓ અને ત્રણ કેન્દ્રીય મંત્રીઓનો સમાવેશ થાય છે. હરિયાણામાં મોટાભાગની બેઠકો પર ભાજપ અને વિપક્ષ કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર જોવા મળશે. હરિયાણામાં કેન્દ્રિય મંત્રીઓ અને પૂર્વ મુખ્યમંત્રી ઉપરાંત મંડી બેઠક પરથી અભિનેત્રી કંગના રનૌતે પણ ચૂંટણી મેદાનમાં ઝંપલાવ્યું છે ત્યારે આખા દેશની નજર આ બેઠક પર રહેશે. બીજીબાજુ હરિયાણાની કરનાલ બેઠક પરથી પૂર્વ મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર તથા કુક્ષેત્ર બેઠક પરથી ઉધોગપતિ નવીન જિંદાલ પહેલી વખત ભાજપની ટિકિટ પર લડી રહ્યા છે. રોહતક બેઠક પર પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ હત્પડ્ડા ચૂંટણી મેદાનમાં છે.
મુકત, ન્યાયી અને શાંતિપૂર્ણ રીતે મતદાન થાય તે માટે ૨૨૨૨ લાઈંગ સ્કવોડ, ૨૨૯૫ સ્ટેટિક સર્વેલન્સ ટીમો, ૮૧૯ વીડિયો સર્વેલન્સ ટીમો અને ૫૬૯ વીડિયો વ્યુઈંગ ટીમો ગોઠવવામાં આવી છે. જોકે, ચૂંટણી પચં માટે બંગાળમાં સ્થિતિ પડકારજનક છે. અહીં નંદિગ્રામમાં બુધવારે રાતે ભાજપની મહિલા કાર્યકરના મોત પછી સ્થિતિ તણાવપૂર્ણ છે. વધુમાં દરેક તબક્કાના મતદાનમાં પશ્ચિમ બંગાળમાં છુટી છવાઈ હિંસાએ ચૂંટણી પંચની ચિંતા વધારી છે.
સામાન્ય ચૂંટણી ૨૦૨૪ના પાંચમા તબક્કામાં ૬૨.૨ ટકા મતદાન નોંધાયું હતું. પાંચ તબક્કામાં ૨૫ રાયો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ૪૨૮ બેઠકો પર મતદાન થયું હતું. આજે છઠ્ઠા તબક્કાના મતદાન બાદ સાતમા અને છેલ્લા તબક્કા માટે ૧ જૂને મતદાન થશે અને ત્યારબાદ ૪ જૂને પરિણામ આવશે.
જમ્મુ–કાશ્મીરમાં બબાલ, મહેબૂબા મુતી ધરણાં પર
જમ્મુ–કાશ્મીરના અનંતનાગમાં ચૂંટણી વચ્ચે માથાકૂટ થઇ હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. અનંતનાગ–રાજાૈરી બેઠક પર મતદાન વચ્ચે મહેબૂબા મુતી અને તેમની પાર્ટીના નેતાઓ ધરણાં કરવા બેસી ગયા છે. પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબાનો આરોપ છે કે તેમની પાર્ટીના પોલિંગ એજન્ટ અને કાર્યકરોની કારણ વગર જ ધરપકડ કરી લેવામાં આવી છે.
વિદેશ મંત્રી જયશંકર ખોટા બૂથ પર પહોંચ્યા મત આપવા
પોતાનો મત આપતા પહેલા વિદેશ મંત્રી એસ જયશંકર તેમની પત્ની સાથે તુગલક લેનના અટલ આદર્શ વિધાલય બૂથ પર મતદાન કરવા પહોંચ્યા હતા, યાં તેમનું નામ મતદાર યાદીમાં નહોતું, બાદમાં જાણવા મળ્યું કે તેઓ ખોટા બૂથ પર પહોંચ્યા હતા. શાહજહાં રોડ આદર્શ વિધાલયમાં તેનું નામ ન હતું. ત્યારબાદ તેમણે ત્યાં મતદાન કયુ હતું.
આ રાજયોમાં મતદાન
લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કા માટે દિલ્હીની ૭, ઉત્તર પ્રદેશની ૧૪, બિહારની ૮, પશ્ચિમ બંગાળની ૮, હરિયાણાની ૧૦, ઝારખંડની ૪, ઓડિશાની ૬ અને જમ્મુ–કાશ્મીરની એક બેઠક પર મતદાન થઈ રહ્યું છે.
૧૧.૧૩ કરોડથી વધુ મતદારો
મતદાન માટે ૧.૧૪ લાખ મતદાન મથકો બનાવવામાં આવ્યા છે, યારે એકંદરે ૧૧.૧૩ કરોડથી વધુ મતદારો છે. જેમાં ૫.૮૪ કરોડ પુષો, ૫.૨૯ કરોડ મહિલાઓ અને ૫૧૨૦ થર્ડ જેન્ડર મતદારો છે. ૫૮ બેઠકો પર ૮૫ વર્ષથી વધુ વયના કુલ ૮.૯૩ લાખથી વધુ મતદારો છે. ૧૦૦ વર્ષથી વધુ ઉંમરના ૨૩,૬૫૯ મતદારો અને ૯.૫૮ લાખ અપગં મતદારો છે, જેમને ઘરેથી મતદાન કરવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application૯૮ દિવસમાં ૮૩ કરોડનો બાકી વેરો વસુલવા શહેરમાં ધડાધડ મિલકત સીલ
December 23, 2024 03:16 PMબે–લગામ સિટી બસ: માતા–પુત્રને ઠોકરે લેતાં સાત વર્ષના બાળકનું ચકદાવાથી મોત
December 23, 2024 03:14 PMખીજડિયામાં ગૌચર જમીન પરનું દબાણ દૂર નહીં થાય તો સરપચં સહિતના કરશે આત્મવિલોપન
December 23, 2024 03:12 PMમાર્કેટમાં આવી 'તલાક' મહેંદી, મહિલાએ બતાવી તૂટેલા લગ્નની કહાની!
December 23, 2024 03:07 PMPMJAY યોજના માટે નવી એસઓપીની જાહેરાત
December 23, 2024 02:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech