આજકાલ પરિવારના વોરા સભ્ય રમેશભાઈ વોરાની વસમી વિદાય: ઘેરો શોક

  • August 28, 2023 03:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આજકાલ પરિવારના વરિ સભ્ય રહી ચૂકેલા રમેશભાઈ વોરાએ વસમી વિદાય લેતા શોક ની લાગણી ફેલાઇ ગઇ છે. રાજકોટ નિવાસી અને સ્વ. ધીરજભાઈ વોરાના પુત્ર રમેશભાઈ વોરા ઉંમર વર્ષ ૮૩ એ ટૂંકી બીમારી બાદ અંતિમ શ્વાસ ગઈકાલે તારીખ ૨૭ ઓગસ્ટના રવિવારે લેતા તેમણે વિદાયથી પરિવારજનો અને મિત્ર વર્તુળમાં નજીકના સ્વજન ગુમાવ્યા ની કાયમી ખોટ રહેશે.


આજકાલ ગ્રુપ સાથે એક દાયકા થી સંકળાયેલા અને કોર્પેારેટ મેનેજર તરીકે ફરજ બજાવી ચૂકેલા રમેશ ભાઈ વોરા એ તેમની પ્રભાવિત શૈલી અને સરળ, સાલસ અને મિલનસાર સ્વભાવથી કોર્પેારેટ કંપનીઓ ખાસ કરીને ઓટો મોબાઇલ ક્ષેત્રમાં બહોળી ખ્યાતી પ્રા કરી હતી. વડીલ સભ્ય હોવા છતાં પણ તેમની યુવાનો ને માત મારી દે તેવી હતી. વ્યવસાયિક ક્ષેત્રમાં પોતાની આવડત થકી અલગ ઓળખાણ પ્રસ્થાપિત કરી હતી. આજકાલ આયોજિત નવરાત્રી હોય કે ઓટો એકસપો દરેક કાર્યક્રમમાં તેઓ સદાય સ્મિત પાથરી દોડતા તેમ છતાં તેમના ચહેરા પર કયારેય થાક જોવા ન મળતો. એક દાયકા સુધી આજકાલ પરિવારમાં જવાબદારી નિભાવ્યા બાદ પરિવારજનોના આગ્રહથી તેઓ નિવૃત્ત થઇ ધર્મ અને સેવામાં પોતાની યોત જલાવી હતી.


છેલ્લા ૧૫ દિવસથી તેમને ઇન્ફેકશન થઈ જવાથી તબિયત નાદુરસ્ત થઈ હતી અને ગીરીરાજ હોસ્પિટલમાં તેઓ સારવાર લઈ રહ્યા હતા. તબિયતમાં સુધારો થતા તબીબોએ તેમને રજા પણ આપી હતી પણ ઈશ્વરની મરજી સામે કાળા માથાના માનવીનું કયાં કઈં ચાલ્યું છે.? શનિવારે રાત્રે પરિવારજનો સાથે હસતા રમતા સમય વિતાવ્યા બાદ નિંદ્રામાં જ તેમને સદાય માટે સાતાપૂર્વક નવકાર મહામંત્રના સ્મરણ સાથે દેહ ત્યાગ કર્યેા. ગઈકાલે તેમના ઘરેથી અંતિમયાત્રા નીકળી હતી જેમાં બહોળી સંખ્યામાં લોકોએ જોડાઈને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તેમના પાછળ તેમના પત્ની યોતસના બેન, પુત્ર વિમલભાઈ, પુત્રવધુ ભાવિકા બેન તેમજ પુત્રી રીનાબેન ,દીપાબેન અને રાખીબેન, પૌત્રી હેતવી અને અસ્મિના, દોહિત્ર અને દોહિત્રી સહિત પરિવારજનોને વીલાપ કરતા છોડી ગયા છે. આજકાલ પરિવારના મોભી ધનરાજભાઈ જેઠાણી, મેનેજિંગ ડિરેકટર ચંદ્રેશભાઇ જેઠાણી, મેનેજિંગ એડિટર અનિલભાઈ જેઠાણી, ગ્રુપ એડિટર કાનાભાઈ બાંટવા તથા સમગ્ર આજકાલ પરિવાર એ હૃદય પૂર્વક ભાવાંજલિ પાઠવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application