કાશ્મીર ફાઇલ્સને બકવાસ ફિલ્મ કહેનારા પ્રકાશ રાજ પર વિવેક અગ્નિહોત્રી ભડક્યો

  • February 10, 2023 04:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
  


  • ડિરેક્ટર વિવેકે પ્રકાશ રાજને અર્બન નકસલવાદી ગણાવી આપ્યો જવાબ
  • વિવેક અગ્નિહોત્રીએ ટ્વીટ કરી લખ્યું- તેની ફિલ્મે આવા લોકોની ઉંઘ ઉડાદી દીધી છે



સાઉથ અને બોલીવૂડ ફિલ્મોના વિલન પ્રકાશ રાજે કાશ્મીર ફાઇલ્સને બકવાસ અને નોનસેન્સ ફિલ્મ ગણાવતા ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રી ભડકી ગયો. તેણે પ્રકાશને નકસલવાદી કહી દીધા.

વોન્ટેડ, સિંધમ જેવી ફિલ્મોમાં દમદાર રોલ નીભાવીને લોકોનું દિલ જીતને પ્રકાશ રાજ હવે બોલિવુડમાં પણ લોકોના ફેવરેટ બની ચૂક્યો છે. પરંતુ અત્યારે તેણે વિવેક અગ્નિહોત્રી સાથે બબાલ કરી દીધી. પ્રકાશ રાજે વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ધ કાશ્મીર ફાઈલનને બકવાસ કહી હતી તેથી વિવેક અગ્નિહોત્રીએ પ્રકાશ પર પોતાની ભડાશ કાઢી.

સાઉથની સાથે હિન્દી ફિલ્મોમાં વિલનનો દમદાર રોલ કરીને દરેક લોકોનું દિલ જીતનાર સાઉથના સુપર સ્ટાર પ્રકાશ રાજે વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ધ કાશ્મીર ફાઈલને બકવાસ કહી હતી અને કહ્યુ હતુ કે, આ ફિલ્મને ઓસ્કાર તો શુ ભાસ્કર પણ નહીં મળે. આ ટિપ્પણી બાદ વિવેક અગ્નિહોત્રીએ પ્રકાશ રાજને અર્બન નક્સલ કહ્યા હતા અને કહ્યુ કે, આ ફિલ્મે તેની ઉંઘ હરામ કરી દીધી છે.

કેરળમાં માતૃભૂમી ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ લેટરનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ ફેસ્ટિવલમાં પ્રકાશ રાજે ધ કાશ્મીર ફાઈલને બકવાસ કહી હતી. ધ કાશ્મીર ફાઈલનું નામ ઓસ્કર નોમિનેટના લિસ્ટમાં આવ્યુ હતુ. જોકે ફાઈનલ લિસ્ટમાંથી બહાર ફેકાઈ હતી. ત્યારે પ્રકાશ રાજે આ ફિલ્મ પર ટિપ્પણી કરી હતી. જ્યારે વિવેક અગ્નિહોત્રીએ પણ પ્રકાશ રાજની ટિપ્પણી પર જવાબ આપતી ટ્વિટ કરી હતી અને પોતાનો ગુસ્સો ટ્વિટમાં ઠાલવ્યો હતો.

વિવેક અગ્નિહોત્રીએ ટ્વિટમાં લખ્યુ હતુ કે...

 એક નાનકડી ફિલ્મ પરંતુ જનતાની ફિલ્મે અર્બન નક્સલોની રાતની ઉંઘ ઉડાવી દીધી છે. ફિલ્મને એક વર્ષ થવા આવ્યુ છતા અર્બન નક્સલ પરેશાન છે. આ લોકો તેના દર્શકોને ભસતો કૂતરા કહી રહ્યા છે અને મિસ્ટર અંધકાર રાજ, હું ભાસ્કર કેવી રીતે મેળવી શકુ, તે તો તમારા છે સદૈવ માટે.

પ્રકાશ રાજ આ ફિલ્મ વિશે ટિપ્પણી કરતા બોલ્યો કે...

 હું ધ કાશ્મીર ફાઈલને સૌથી બકવાસ ફિલ્મ માનુ છું. આપણે દરેક લોકો જાણીએ છીએ કે, આ ફિલ્મને કોણે પોડ્યૂસ કરી છે. ઈન્ટરનેશલ જ્યૂરી આ ફિલ્મ પર થૂકે છે પરંતુ ફિલ્મના બેશર્મ ડિરેક્ટર કહી રહ્યા છે, મને ઓસ્કર ન મળ્યો, આ ડિરેક્ટરને ઓસ્કર તો શું ભાસ્કર પણ નહીં મળે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application