કાશ્મીર ફાઇલ્સના ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ દિલ્હી હાઈકોર્ટમાં માંગી બિનશરતી માફી, જજને લઇને કર્યું હતું વિવાદિત ટ્વીટ

  • April 10, 2023 05:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કાશ્મીર ફાઇલ્સના ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ વર્ષ 2018માં ઓડિશા હાઈકોર્ટના જસ્ટિસ એસ મુરલીધર વિશે વિવાદિત ટ્વીટ કર્યું હતું. તેમણે જસ્ટિસ એસ મુરલીધર પર ભીમા કોરેગાંવ હિંસા કેસમાં કાર્યકર્તા ગૌતમ નવલશાને રાહત આપવાનો આરોપ લગાવ્યો હતો.  જસ્ટિસ મુરલીધરે નવલખાની હાઉસ એરેસ્ટ અને ટ્રાન્ઝિટ રિમાન્ડ રદ્દ કરી દીધા હતા. જેના કારણે વિવેક અગ્નિહોત્રીએ  જસ્ટિસ એસ મુરલીધર પર ટિપ્પણી કરી હતી.



વિવેક અગ્નિહોત્રી 2018ના કોર્ટના તિરસ્કારના કેસના સંબંધમાં દિલ્હી હાઇકોર્ટ સમક્ષ હાજર થયા હતા. આ દરમિયાન તેમણે પોતાના વાંધાજનક ટ્વીટ માટે કોર્ટમાં બિનશરતી માફી માંગી હતી. ત્યારબાદ દિલ્હી હાઈકોર્ટે વિવેક અગ્નિહોત્રીને અપરાધિક અવમાનના કેસમાં નિર્દોષ જાહેર કર્યા હતા.



કોર્ટ 2018ના કેસમાં તેમની અરજી પર સુનાવણી કરી રહી હતી. અગ્નિહોત્રીને ગત મહિને આપવામાં આવેલા આદેશમાં કોર્ટે 10 એપ્રિલે હાજર થવાનો કડક આદેશ આપ્યો હતો. જો કે, આજે આ કેસની સુનાવણી બાદ વિવેક અગ્નિહોત્રીને તમામ આરોપોમાંથી નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા અને તેમને કોર્ટે ચેતવણી પણ આપી હતી કે, નાગરિકોએ કોર્ટની બાબતોમાં સતર્ક રહેવું જોઈએ.


કોર્ટે વિવેક અગ્નિહોત્રીને કહ્યું કે, તમે કહો છો કે તમને ન્યાયતંત્રનું સન્માન છે અને તમારો આમ કરવાનો ઈરાદો પણ ન હતો. તેથી, તમને આપવામાં આવેલી નોટિસ પાછી ખેંચવામાં આવી રહી છે અને તિરસ્કારના આરોપોમાંથી પણ મુક્ત આવ્યા છે




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application