IPLનો 'સેન્ચુરી કિંગ' બન્યો વિરાટ કોહલી, આ રેકોર્ડ કર્યો પોતાના નામે

  • May 22, 2023 02:11 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વિરાટ કોહલીએ છેલ્લી મેચમાં જ સનરાઇઝર્સ હૈદરાબાદ સામે સદી ફટકારી હતી. હવે સતત બીજી મેચમાં તેણે સદી ફટકારી હતી જે તેને સદીના શિખર પર લઈ ગઈ હતી.




ચાર વર્ષ રાહ જોઈ. કોઈ સદી નથી આવી અને હવે વિરાટ કોહલીએ તે કરી બતાવ્યું જે IPLમાં ક્યારેય બન્યું નથી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ભૂતપૂર્વ કેપ્ટન અને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી પહેલાથી જ IPLમાં રનનો બાદશાહ હતો, હવે કિંગ કોહલી સદીઓનો પણ બાદશાહ બની ગયો છે. IPL 2023 ની છેલ્લી લીગ મેચમાં, કોહલીએ ગુજરાત ટાઇટન્સ સામે જબરદસ્ત અને મહત્વપૂર્ણ ઇનિંગ રમીને સદી ફટકારી હતી. આ રીતે તે IPLમાં સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો.


ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં આ સિઝનની છેલ્લી મેચ રમી રહેલી બેંગ્લોર માટે આ મેચ જીતવી ખૂબ જ મહત્વપૂર્ણ હતી અને આવી સ્થિતિમાં કોહલીની બેટિંગ આ ટીમ માટે જરૂરી હતી. કોહલીએ પોતાની ટીમ અને તેના પ્રશંસકોને નિરાશ કર્યા નહીં અને માત્ર 61 બોલમાં 101 રન બનાવ્યા.


સદીઓનો રાજા કોહલી
કોહલીએ છેલ્લી ઓવરના પહેલા બોલ પર સિંગલ લઈને પોતાની સદી પૂરી કરી હતી. આ સાથે કોહલી IPLમાં સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. RCBના પૂર્વ કેપ્ટને તેની બેંગ્લોર ટીમના ભૂતપૂર્વ સાથી અને વિન્ડીઝના દિગ્ગજ બેટ્સમેન ક્રિસ ગેલનો રેકોર્ડ તોડ્યો છે. ગેલ અને કોહલીએ 6-6 સદી ફટકારી હતી. કોહલીના નામે હવે 7 સદી છે.


આ પહેલા કોહલીએ છેલ્લી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ સામે પણ સદી ફટકારી હતી. કોહલીની આઈપીએલ કારકિર્દીની આ છઠ્ઠી સદી હતી. હવે સતત બીજી મેચમાં સદી ફટકારીને તેણે વધુ એક ખાસ સિદ્ધિ હાંસલ કરી છે. IPLમાં સતત બે સદી ફટકારનાર શિખર ધવન (2020) અને જોસ બટલર (2022) પછી તે માત્ર ત્રીજો બેટ્સમેન બન્યો છે.


એટલું જ નહીં, કોહલીની ટી-20 કારકિર્દીની આ સાતમી સદી પણ છે. તે T20માં સૌથી વધુ સદી ફટકારનાર ભારતીય બેટ્સમેન છે. તેમજ તેના નામે એક જ IPL ટીમ માટે સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ પણ છે. કોહલીએ પોતાની તમામ સદી ફક્ત બેંગ્લોર તરફથી જ ફટકારી છે. વિરાટ કોહલીએ આ સિઝનમાં 600થી વધુ રન પૂરા કર્યા છે. તેણે 639 રન બનાવ્યા છે. કોહલીએ કારકિર્દીમાં ત્રીજી વખત એક સિઝનમાં 600નો આંકડો પાર કર્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application