Viral Video: નાળિયેર પાણી કે નાલાનું પાણી? વીડિયો જોઈ તમે પણ નાળિયેર પાણી પીતા પહેલા સો વખત વિચારશો

  • June 07, 2023 09:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાગ્યે જ કોઈ વ્યક્તિ હશે જેને નારીયેલ પાણી ન ભાવતું હોય. નાળિયેર પાણી સ્વાસ્થ્ય માટે લાભકારક છે જેના કારણે લોકો ડેઇલી ડાયટમાં પણ તેને લેવાનું પસંદ કરે છે. નાળિયેર પાણીની માંગ જે રીતે વધી રહી છે તેને લઈને હવે દરેક શહેરમાં અલગ અલગ જગ્યાએ રસ્તા પર નાળિયેર પાણી વહેચાતા જોવા મળે છે. તેવામાં ઉત્તર પ્રદેશના નોઈડામાંથી એક એવો વિડિયો સામે આવ્યો છે જેને જોયા પછી રસ્તા પરથી નાળિયેર પાણી પીતા પહેલા તમે પણ સો વખત વિચારશો. વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે રસ્તા કિનારે એક વેપારી નાળિયેરની રેકડી લઈને ઊભો છે. આ વેપારી રસ્તા કિનારે જે ગટર પસાર થાય છે તેમાંથી પાણી ભરી નાળિયેર ઉપર છાંટતો જોવા મળે છે. 

ઉલ્લેખનીય છે નાળિયેર જેવી વસ્તુ જેનો ઉપયોગ લોકો બીમારીની હાલતમાં વધારે કરતા હોય છે તેના ઉપર ગટરનું પાણી છાંટવાથી સંક્રમણ ફેલાવવાની શક્યતાઓ વધી જાય છે.


નાળિયેરને તાજા અને સાફ રાખવા માટે આ વેપારી ગટરના પાણીનો ઉપયોગ કરે છે. આ વિડીયો ટ્વિટર પર શેર કરવામાં આવ્યો હતો. શેર થયા પછી આ વિડીયો વાયરલ થવા લાગ્યો. આ વિડીયો વાયરલ થયા પછી પોલીસે ઘટના સ્થળ પર પહોંચી અને નાળિયેરના વેપારીને ધરપકડ પણ કરી હોવાનું સામે આવ્યું છે. 

પોલીસના જણાવ્યા અનુસાર આ વેપારી કાચા નાળિયેર ઉપર ગટરનું પાણી છાંટતો હતો. તેની ઓળખ 28 વર્ષીય સમીર તરીકે થઈ છે જે ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લાનો રહેવાસી છે. પોલીસે આ વેપારીને ધરપકડ કલમ 270 અંતર્ગત કરી છે.






લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application