દિપડાના ભયનાં ઓથારે દેવસરના ગ્રામજનો

  • March 14, 2023 06:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ચોટીલાનાં દેવસર ગામે રવીવારનાં દિપડાએ ફરી ધામા નાખતા ખેડૂતોમાં ભય નો ફફડાટ છવાયો છે, જંગલ બહાર રાની પ્રાણી આવી પહોચતા નક્કર પગલા લેવા માંગ ઉઠી છે
ચોટીલાનાં નવા સુરજદેવળ નજીક આવેલ દેવસર પંથકમાં અવાર નવાર દિપડો ધામા નાખતો હોવાની છેલ્લા ઘણા સમયથી રજૂઆત છે થોડા સમય પહેલા એક બાળ દિપડાને કેટલાક યુવાનોએ ઉઠાવી ફોટો સેસન કરેલ હતું જેઓની સામે ગુન્હો દાખલ થયેલ છે પરંતુ બાળ દિપડાને માતા સાથે પુન: મિલન કરવામાં તંત્ર સફળ ન થતા તેનું મરણ નિપજ્યું હતુ તેમજ થોડા દિવસો પૂર્વે એક વાછડી નું પણ મારણ થયેલ હતું વારંવાર દિપડો જંગલ નજીકનાં ગામોમાં સીમમાં લોક વસવાટની નજીક પહોચી જતા હોવાથી સ્થાનિકો સતત ભયનાં ઓથારે જીવે છે દેવસર અને આસપાસનાં સ્થાનિક લોકોની એવી માંગ ઉઠી છે કે દિપડાની આ તાલુકાનાં જંગલોમાં ઘણા વર્ષોથી વસ્તી ધરાવે છે. પરંતુ છેલ્લા કેટલાંક સમયથી જંગલ બહાર આવવાની ઘટનાઓ વધતા લોકો જંગલ ફરતે ઊચી દિવાલ બનાવવામાં આવે તેવું ઈચ્છી રહ્યા છે ચોટીલા નજીક થી થાનગઢ નજીકનાં બાંડીયાબેલી સુધી વચ્ચે નો જંગલ વિસ્તારમાં રાની પ્રાણીઓની અવર જવર રહે છે ત્યારે જંગલ નજીક ખનીજ માફિયા ના બ્લાસ્ટિંગ થી દીપડા  ડર ને કારણ ગામ વિસ્તાર માં આવી જતા હોવાની ચર્ચા એ જોર પકડેલ છે જે ઉચ્ચ કક્ષાએ તપાસનો વિષય છે
​​​​​​​
દેવસર ગામમાં કોઈ ખેતરનાં ગેટની દિવાલ ઉપર દિપડો બેઠો હોવાની ગામના લોકો ને જાણ થતાં જ દિપડાને જોવાં માટે લોકો દોડી ગયાં ત્યારે દિવાલ ઉપર ચડી ને બિન્દાસ દિપડો બેઠો હતો. દિપડો બેઠો હતો તેમજ આંટા ફેરા ફરી રહ્યો હોય તેવો કોઈ ગામનાં લોકો એ મોબાઈલ માં લાઇવ વિડીઓ ઉતારી ને વાયરલ કર્યો હતો. ત્યારે દિપડો ગામમાં તેમજ સીમમાં આંટા ફેરા કરતો હોવાથી ગામના લોકો માં ફફડાટ છવાયો છે  ખેડૂતો અને ખેત મજુરો ખેતરમાં જતા ડરે છે  દેવસર ગામના લોકો એ ફોરેસ્ટ વિભાગ ને પાંજરૂ ગોઠવી દિપડા ને પકડી અન્ય જગ્યાએ ખસેડવા તેવી માંગ ઉઠવા પામી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application