વિદ્યાસાગર ઈન્ફોટેક કોલેજમાં ટેક વિડીયો સ્પર્ધા સંપન્ન

  • July 10, 2023 10:23 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરની વિદ્યાસાગર ઇન્ફોટેક કોલેજમાં તાજેતરમાં બીસીએ અને એમ.એસ.સી. (આઇ.ટી. એન્ડ સીએ) ના વિદ્યાર્થીઓ માટે બે દિવસીય ટેક વિડીયો સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓ દ્વારા આધુનિક ટેકનોલોજી ઉપર વિડિયો બનાવીને તથા ડાઉનલોડ કરીને પ્રેઝન્ટ કરવામાં આવ્યા હતા. આ સ્પર્ધાનો મુખ્ય હેતુ આધુનિક ટેકનોલોજી ની સમજ તથા સ્ટેજ ફિયર દૂર કરવાનો હતો.  આ સ્પર્ધામાં કોલેજના ૧૦૦થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. અને વિજેતાઓને સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કોલેજના ટ્રસ્ટીઓ, પ્રિન્સિપાલ શ્રીરામ કેવલરામાણી અને કોમ્પ્યુટર સાયન્સના અધ્યાપકોએ જહેમત ઉઠાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application