વક્રતુંડ મહાકાય...વિધ્નહર્તાનું કાલે વાજતે ગાજતે આગમન

  • September 06, 2024 02:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વક્રતુંડ મહાકાય વિધ્નહર્તાનું આવતીકાલે શુભ ચોઘડિયે વાજતેગાજતે ભવ્ય આગમન થશે. એક, દો, તીન... ચાર... ગણપતિ કી જય જયકાર સાથેઆખું રાજકોટ ગણપતિમય બનશે. કાલે ગણેશ ચતુર્થી અને જૈનોની સંવત્સરીનો પર્વ છે. ઘરે ઘરે આવતીકાલે ચુરમાનાં લાડું, મોદકનો પ્રસાદ ધરાવી વિધિવત પૂજા–અર્ચના સાથેગણપતિ બાપાનું સ્થાપન થશે.


બ્રહ્મયોગમા ગણેશ ચોથ ગણેશ ઉત્સવનો પ્રારંભ
ભાદરવા શુદ ચોથ ને શનિવારે ૭ સપ્ટેમ્બર ના દિવસે ગણેશ ચોથ છે.  આ દિવસે ચિત્રા નક્ષત્ર પણ શુભ છે. તે ઉપરાંત બ્રહ્મયોગ આખો દિવસ તથા રાત્રી ના  ૧૧.૧૬ સુધી છે રવિયોગ બપોરે ૧૨.૩૫ સુધી છે સિદ્ધિ યોગ બપોરે ૧૨.૩૫ થી આખો દિવસ રાત્રી છે સ્થિર યોગ પણ બપોરે ૧૨.૩૫ થી છે આમ આ વર્ષે ગણેશ ચોથ અને ગણપતી ઉત્સવ ઉત્તમ ફળ આપનાર બનશે. ગણપતિ ઉત્સવ દરમિયાન દર વર્ષે ક્ષય તીથી અથવા તો વૃદ્ધિ તિથિ આવતી હોય છે પરંતુ આ વર્ષે ગણપતિ ઉત્સવ દરમિયાન ક્ષય તીથી અને વૃદ્ધિ તિથિ નથી આથી ગણપતિ ઉત્સવ પુરા ૧૧ દિવસ ચાલશે ગણપતિ ઉત્સવ ૭ સપ્ટેમ્બર શનિવારે શ થશે અને ૧૭ સપ્ટેમ્બર મંગળવારે ગણપતિ વિસર્જન છે ત્યારે પૂર્ણ થશેગણપતી દાદા ને રિધ્ધી સિધ્ધિ અને લક્ષ લાભ  ના દેવતા હોવાથી ગણપતિ દાદા રિધ્ધી  સિધ્ધી અને લક્ષ લાભ સાથે લઈ ને આવે છે આમ ગણપતિ દાદા પોતે જ શુભ મુહર્ત સાથે જ  આવે છે આથી ગણપતી દાદાની સ્થાપના કોઈપણ મુહત્પર્ત જોવાની જર રહેતી નથી. સ્થાપના માટે આખો દિવસ શુભ ગણાય છે. ગણપતી દાદાની સ્થાપના બાજોઠ ઉપર લાલ વક્ર પાથરી અને ઘઉં ની ઢગલી કરી તેનાં ઉપર ગણપતિ દાદા ને પધરાવવા બાજુ માં એક ત્રાંબાનો કળશ અથવા લોટો રાખવો તેમા જળ ભરી અબીલ ગુલાલ કંકુ સોપારી પિયો પધરાવી આસોપાલવના પાંચ પાન પધરાવી શ્રીફળ પધરાવું ગણપતિ દાદા ને ચાંદલો ચોખા કરી વક્ર જનોઈ અર્પણ કરવા દાદાને લાલ ફુલ અથવા ગુલાબ અને લાલ કરેણ અર્પણ કરવું ઉત્તમ છે. સાથે ધ્રોકડ ચડાવી અગરબત્તી નો ધૂપ અર્પણ કરવો ગણપતી દાદા ને ગોળનાં બનેલા ચુરમાનાં લાડુ વધારે પ્રિય છે લાડુ ધરવા આરતી કરી પ્રાર્થના કરવી એક વાત નુ ખાસ ધ્યાન રાખવુ કે ગણપતિ દાદા ને તુલસી વર્ય છે આથી તુલસી ચડાવવા નહીં. ભાદરવા શુદ ગણેશ ચોથ નાં દિવસે ચદ્રં દર્શન કરવા નહી, ચંદ્રને ગણપતી દાદાનો શ્રાપ હોવાથી આ દિવસે ચદ્રં દર્શન કરવા અશુભ ગણાય છે આ સિવાય આવતી દરેક ચોથ ના દિવસે ચદ્રં દર્શન કરી શકાય છે– શાક્રી રાજદીપ જોષીએ જણાવ્યું હતું



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application