બોલીવૂડના દબંગ અને ભાઇજાનનો ફેમિલી પ્રેમ તસવીરમાં છલકાયો

  • February 28, 2023 04:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  • વ્યસ્તતા વચ્ચે પણ પરિવાર માટે સમય કાઢી લેતો લોકપ્રિય અભિનેતા 
  • ભાઇના ફેન્સ માટે આ તસવીર ગિફટથી સહે જ પણ ઓછી નથી



બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનો ચાર્મ જ અલગ છે. એક સમયે પોતાના ગુસ્સાને કારણે લાઈમલાઈટમાં રહેતો સલમાન ખાન આજે તેની શાલીનતાને કારણે પ્રખ્યાત છે. સલમાન ખાન એ અભિનેતાઓમાંથી એક છે, જે પોતાના વ્યસ્ત શેડ્યૂલમાંથી ફ્રી થયા બાદ પરિવાર સાથે સમય પસાર કરવાનું પસંદ કરે છે.

બોલિવૂડ એક્ટર સલમાન ખાનનો અનસીન ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ફોટોમાં તે પોતાના પરિવાર સાથે ડિનરનો આનંદ લેતો જોવા મળી રહ્યો છે. આ ફોટોમાં અરબાઝ ખાન તેની બાજુમાં બેઠો છે, અને હેલન પણ ડિનરમાં સ્વાદિષ્ટ વાનગીઓનો સ્વાદ લેતી જોવા મળે છે.

કોઈ પણ વ્યક્તિ માટે પોતાના પરિવારના સભ્યો સાથે બેસીને જમવાનું જેટલું સુખદ હોય છે તેવુ સુખ ફાઈવ સ્ટાર હોટેલમાં પણ નથી હોતો. જોકે, વાયરલ થઈ રહેલા સલમાન ખાનના ફોટોમાં તે પોતાના પરિવારના સભ્યો સાથે જમતો જોવા મળી રહ્યો છે.

આ ફોટો વિરલ ભાયાણીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. જેમાં જોઈ શકાય છે કે, તે કેવી રીતે તેના પરિવાર સાથે ડાઈનીંગ ટેબલ પર બેસીને જમતો હોય છે. જોકે, ડીનર લેતો સલમાન કેઝ્યુઅલ આઉટફિટમાં છે. પરિવારના સભ્યો સાથે બેસીને ખાવાનો આનંદ અભિનેતાના ચહેરા પર દેખાઈ રહ્યો છે.

સલમાનનો આ ફોટો સોશિયલ મીડિયા પર હાલ ખૂબજ વાયરલ થઈ રહ્યો છે. તમે જોઈ શકો છો, તેમ ડાઈનિંગ ટેબલ પર વિવિધ પ્રકારની સ્વાદિષ્ટ વાનગીઓ રાખવામાં આવી છે. તેની બાજુમાં નાનો ભાઈ અરબાઝ ખાન બેઠો છે, અને તેની સાવકી માતા હેલન અરબાઝની બાજુમાં બેઠેલી જોવા મળે છે. આ ફોટોમાં દરેક વ્યક્તિ એકદમ મગ્ન થઈ ભોજન માણી રહ્યો છે. અને તેમના હાવભાવ જોઈને અંદાજ લગાવી શકાય છે કે ભોજન પણ કેટલું સ્વાદિષ્ટ હશે.

આ અંગે ફેન્સ વિવિધ કોમેન્ટ્સ કરી રહ્યા છે. જોકે, સલમાન ખાનના ફેન્સ માટે આ ફોટો કોઈ ગીફ્ટથી ઓછો નથી. ફોટોમાં અભિનેતાની સાદગી લોકોના દિલ જીતી રહી છે, તો બીજી તરફ કેટલાક લોકો ડાઈનિંગ ટેબલ પર રાખેલી સ્વાદિષ્ટ વાનગીઓ જ જોઈ રહ્યા છે.

ફોટો શેર કરી કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, કોઈપણ 5 સ્ટાર હોટલ આટલો આનંદ નહી આપી શકે જે આનંદ તમને તમારા પરિવારના સભ્યો સાથે ડીનર કરતી વખતે મળે. જોકે, આ ફોટો પર કમેન્ટ્સ કરતા એક વ્યક્તિએ લખ્યું છે કે, માતા પિતા સાથે રહેવું નસીબની વાત હોય છે. તો બીજાએ ફોટો પર પ્રતીક્રિયા આપતા કહ્યું કે, હું માત્ર માછલીને જ જોઈ રહ્યો હતો, અને મારા મોઢામાં પાણી આવવા લાગ્યું.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, સલમાન ખાને વર્ષની શરૂઆતમાં જ ફેન્સને મનોરંજનનો ડોઝ આપી દીધો છે. તે તેના ખાસ મિત્ર શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણમાં જબરદસ્ત કેમિયો રોલમાં જોવા મળ્યો હતો. આ સિવાય તેની ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન' પણ થોડા દિવસોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ બાદ સલમાનની ફિલ્મ ટાઈગર 3 પણ વર્ષના અંતમાં અને દિવાળીના અવસર પર રિલીઝ થવા જઈ રહી છે, જેની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application