વેરાવળ બાર એસો. દ્વારા જામનગરના એડવોકેટ હસનભાઈની હત્યા સંબંધે મુખ્યમંત્રીને આવેદન

  • March 16, 2024 01:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વેરાવળ બાર એસોસિએશનના પ્રમુખ એસ એન સવાણીની આગેવાનીમાં મીટીંગ મળેલી જેમાં જામનગરના એડવોકેટ હારુનભાઈ પેલાજી ની જાહેરમાં હત્યા કરવામાં આવેલ હોય જે સંદર્ભે ગુનેગારોને પકડી કાયદેસરની કાર્યવાહી વેરાવળ ના તમામ એડવોકેટેડ એકસાથે સુર પુરાવી ન્યાય ન મળે તો જલદ આંદોલનની ચીમકી એક દિવસની કોર્ટની તમામ કાર્યવાહીથી અગળા  રહી વિરોધ નોંધાવી એડવોકેટ પ્રોટેક્શન એકેડ કે જે હાલ ઘણા વર્ષથી માંગણી હોય અને તે મંજૂર કરવા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવી, કાયદા મંત્રી ઋષિકેશભાઈ પટેલ, તેમજ ગીર સોમનાથ જિલ્લ ા કલેકટરને સંબોધીને વેરાવળ નાયબ કલેકટરને આવેદન સુપ્રુત કરવામાં આવેલ હતું.વેરાવળ બાર એસોશિયનના પ્રમુખ એસ એન સવાણી, પૂર્વ પ્રમુખ રીતેષભાઈ પંડ્યા, તેજશભાઈ પંડયા, સિનિયર એડવોકેટ અશ્વિનભાઈ થાનકી, પૂર્વ ઉપપ્રમુખ ગણત્રા, કે આઈ ચંદનાણી, ગીરધારીભાઈ ચંદનાણી, રાજુભાઈ દરી, ભાવિન રૂપારેલ, કે. એચ રાઠોડ, એ પી ચોમલ, ચાવડા,  રાજુભાઈ ચાવડા, વિ કે ધોળીયા,  સહિતના સમગ્ર કારોબારી સભ્યો, વકીલમિત્રોએ ગુનેગારોને પકડી કાર્યવાહી કરવા એક સુરે માંગણી કરતા આવેદનપત્ર આપેલ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application