જૂનાગઢમાં હાઈવે ઉપર ખાનગી બસની હડફેટે વંથલીના મહિલાનું મૃત્યુ

  • November 29, 2023 11:26 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વંથલી-જૂનાગઢ હાઈવે પર અકસ્માતોનો સિલસિલો અવિરત હોય તેમ ગઈકાલે રાત્રે ટ્રાવેલ્સ ચાલકે રાહદારી મહિલાને હડફેટે લેતા મોત થયાનો બનાવ નોંધાયો છે. આ અંગે વંથલી પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ વંથલી જુનાગઢ હાઈવે રોડ પર સ્વામિનારાયણ ગુરુકુળ મંદિર પાસે રસીલાબેન જયંતીભાઈ કલોલા અને ચંદનબેન વિજયભાઈ મહેતા વંથલીથી જુનાગઢ તરફ જતા રસ્તા પર સ્વામિનારાયણ મંદિર પાસેથી રસ્તો પસાર કરતા હોય તે સમયે ટ્રાવેલ્સ નંબર જીજે૦૬ એ એક્સ૮૯૮૯ના ચાલકે પૂરપાટ ઝડપે ટ્રાવેલ્સ ચલાવી રસીલાબેન અને ચંદનબેનને ટક્કર મારતા ગંભીર ઈજા થવાથી રસીલાબેનનું મોત થયું હતું.જ્યારે ચંદનબેન ને કપાળના ભાગે આંખ પાસે ઈજા થઈ હતી. આ અંગે મૃતકના ભત્રીજા કેતનભાઇ કલોલાએ ટ્રાવેલ્સ ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનહો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application