વંદે ભારત જામનગર-અમદાવાદ ટ્રેન ઉધના-સુરત સુધી લંબાવાઈ

  • November 17, 2023 11:19 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રેલ રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશે ટ્વિટ કરીને આપી માહિતી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ર૪, સપ્ટેમ્બરના રોજ સમગ્ર દેશને એક સાથે ૯ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડપી આપી હતી, તે પૈકીની જામનગર-અમદાવાદ ટ્રેનનો પણ સમાવેશ થતો હતો. આ ટ્રેન અમદાવાદના બદલે હવે ઉધના-સુરત સુધી લંબાવવામાં આવી છે તેમ રેલ રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશે ગઈકાલે ટ્વિટ કરી માહિતી આપી હતી.
સમગ્ર સૌરાષ્ટ્રને પ્રથમ વંદે ભારત ટ્રેન જામનગર-અમદાવાદ મળી હતી, જે સુરત-ઉધના સુધી લંબાવવામાં આવી છે, જેનાથી સમગ્ર હાલાર અને સૌરાષ્ટ્રના લોકોને સુરત જવા માટે એક સારો વિકલ્પ મળી રહેશે. ખાસ કરીને તહેવારોના સમયે ડાયમંડ સિટી તરીકે જાણીતું સુરતની સાથે સમગ્ર સૌરાષ્ટ્રને ગાઢ આવરો-જાવરો રહ્યો છે તેમજ ખરીદી માટે પણ સુરત અવાર-નવાર જવાનું થતું હોય છે. જેના કારણે આ ટ્રેન સુરત લંબાવવામાં આવતાં લોકોમાં આનંદની લાગણી વ્યાપી છે.
ઉલ્લેખનિય છે કે, ર૪મી સપ્ટે. શરુ થયેલ આ વંદે ભારત ટ્રેનનું ર૦મી સપ્ટે. ટ્રાયલ કરવામાં આવ્યું હતું. આ ટ્રેન સપ્તાહમાં છ દિવસ દોડી રહી છે. આ કોચની વંદે ભારત એકસપ્રેસ સૌરાષ્ટ્રવાસીઓ માટે આશીર્વાદ સમાન છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application