કલ્કીનો અવતાર તરીકે ઓળખાવનાર શખસના મકાનમાં તોડફોડ: પાંચ સામે ગુનો નોંધાયો

  • August 30, 2023 05:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરના કાલાવડ રોડ પર શારદાનગર મેઈન રોડ પર રહેતા અને પોતાને કલ્કીનો અવતાર ગણાવનાર વિવાદી રમેશ ફેફરે તાજેતરમાં બ્રહ્મ સમાજ અને ક્ષત્રિય સમાજ વિશે વાંધાજનક નિવેદનો કર્યા હતા જેમાં તેની સામે ગુનો નોંધાયો હતો. દરમિયાન ક્ષત્રિય સમાજના પાંચ વ્યકિતઓ રમેશ ફેફરના ઘરે જઈ અહીં તોડફોડ કરી હતી.જેનો વીડિયો સામે આવ્યા બાદ યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.

જાણવા મળતી વિગતો મુજબ, શારદાનગર મેઇન રોડ પર બંસરી સોસાયટી બ્લોક નંબર ૧૬ માં રહેતા અને પોતાની જાતને કલ્કીનો અવતાર તરીકે ઓળખાવનાર રમેશચદ્રં ફેફરે તાજેતરમાં બ્રાહ્મણ સમાજ તેમજ ક્ષત્રિય સમાજની લાગણી દુભાઇ તેવા નિવેદનો કર્યા હતા અને તેનો વિડીયો વાયરલ થયો હતો. જે મામલે આ શખસ સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેમાં પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી.
દરમિયાન ગઈકાલ બપોરના ૧થી ૩ વાગ્યા આસપાસ ક્ષત્રિય સમાજના પાંચ જેટલા વ્યકિતઓ અહીં રમેશચદ્રં ફેફરના ઘરે પહોંચ્યા હતા તેમણે અહીં દરવાજાને પાટા મારી નુકસાન કયુ હતું તેમજ મકાનમાં આવેલ લાઇટમાં પણ નુકસાન કયુ હતું અને તેનો વીડિયો ઉતાર્યેા હતો.આ વિડીયો વાઇરલ થયા બાદ યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઇ બી.પી.રજયાની સૂચનાથી યુનિવર્સિટી પોલીસે તપાસ શ કરી હતી.બાદમાં આ મામલે હેડ કોન્સ્ટેબલ રઘુવીરસિંહ વાળાની ફરિયાદ પરથી યુવરાજસિંહ જાડેજા, હાર્દિક સિંહ રાઠોડ, ઋષિરાજસિંહ રાણા તથા બે અજાણ્યા શખસો સામે આઇપીસીની કલમ ૧૪૩, ૧૪૭, ૪૨૭ અને ૪૮૮ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application