વડોદરામાં બોયફ્રેન્ડ સાથે એકાંત જેવા નિર્જન માર્ગે બેઠેલી ધોરણ ૧૧ની વિધાર્થીની પર હવસ ભુખ્યા નીચ નરાધમોએ ગુજારેલા ગેંગરેપની અતિ ધૃણાસ્પદ ઘટના રાજકોટ શહેર માટે પણ લાલબતીરૂપ છે. રાજકોટમાં ટીન એજર્સ, યુવા હૈયાઓ, કપલ્સે સાવધાન બનીને બોધપાઠ લેવો અત્યતં જરૂરી છે. પોલીસ લાખ પ્રયાસ, પેટ્રોલીંગ કરે પરંતુ આવા હડકાયા શ્ર્વાન જેવા શખસો એકાંત માણતા કપલ્સને શોધીને શિકાર બનાવતા ખચકાતા નથી જેથી સાવધાની એજ સલામતીને ધ્યાને લઈને જાગ્યા ત્યારથી સવારની જેમ કપલ્સ જાતે જ સમજદારી કેળવે નહીં તો કયારેક રાજકોટને કાળી ટીલી કે કલકં લાગશે કે લગાડશે.
વડોદરામાં ગત સાહે ટીન એજર કપલ બેઠું હતું અને બે બાઈક પર હવસ ભુખ્યા પાંચ રાક્ષસો આવી ચડયા હતા. ૧૭ વર્ષિય સગીરા પર ગેંગરેપ ગુજારાયો હતો. આ ઘટનામાં વડોદરા પોલીસે ત્વરીતપણે મુખ્ય સુત્રધાર ત્રિપુટી અને અન્ય બે શખસો સહિત પાંચને પકડી પાડયા છે. વડોદરાની આ ઘટનાથી રાજકોટમાં અગાઉ પ્રકાશમાં આવી ચડેલી આવી જ ઘટના તાજી થઈ રહી છે. રાજકોટ શહેરમાં ન્યારી અને આજી ડેમ એકાંત તથા નિર્જન જેવા સ્થળ ગણાય છે. એક દશકા પુર્વે ન્યારી ડેમ પાસે યુવક પોતાની ભાવિ પત્નીને લઈને એકાંતમાં બેઠો હતો ત્યારે કુખ્યાત બાડો તેના સાગરીતો સાથે ત્યાં ધસી આવ્યો હતો. યુવકને ડરાવી તેની નજર સામે જ તેની ભાવિ પત્ની પર દુષ્કર્મ ગુજાયુ હતું. આ ઘટના જે તે સમયે ક્રાઈમ બ્રાંચે કુખ્યાત બાડાને પકડયો હતો ત્યારે બહાર આવી હતી.
આવી જ રીતે આજીડેમ કે તેના નજીકના સ્થળોએ કુખ્યાત શાયર નામનો શખસ તેના સાગરીત સાથે આવા એકાંતમાં બેઠેલા કપલને શોધતોે અને છરીની અણીએ દુષ્કર્મ ગુજારતો હતો. જે તે સમયે આ શખસે આવા ઘણાં અધમ કૃત્ય આચર્યાની કેફીયત પણ આપી હતી. અંતે તેનો અંજામ પણ આવો જ આવ્યો હતો. આ બન્ને કુખ્યાત શખસના કાળા કરતુતો જે તે સમયે પ્રકાશમાં આવ્યા હતા પરંતુ આવી ધરબાયેલી તો અનેક ઘટનાઓ હશે કે, સારા પરિવારના અથવા ટીન એજર્સ કપલ ઈત જવાના ડરે કોઈને કહ્યું પણ નહીં હોય અથવા પરિવારજનોને જાણ કરી હોય પરંતુ પોલીસ સુધી પહોંચ્યા ન હોય. આવા કારણોસર પણ લંૂટ કે હવસના ઈરાદે ફરતા શખસો નીચતાની પરાકાષ્ટ્રા આચરવામાં ફાવતા રહે છે.
રાજકોટ શહેરમાં એકાંતમાં શાંત રીતે બેસેેવા કે માણવા માટે ન્યારી ડેમ અને તેના આસપાસનો વૃક્ષ, ઝાળી ઝાંખરાવાળો અંદરનો વિસ્તાર તેમજ આજીડેમ નજીકનો વિસ્તાર ઉપરાંત કાલાવડ રોડ પરના અંદરના સુમસામ માર્ગેા, ઈશ્ર્વરીયા, માધાપર જેવા વિસ્તારો પ્રધુમન પાર્ક કે આવા કોઈની અવરજવર રહેતી ન હોય અને ડેવલપ થતાં રાજકોટ શહેરને જોડતા બાહ્ય વિસ્તાર કે માર્ગેા પર શાળા કોલેજના સ્ટુડન્ટસ, યુવા હૈયાઓ અને કપલ્સ બાઈક કે કારમાં જતા હોય છે. એકાંત માણતા હોય તેવી પળોમાં જ શિકારની શોધમાં ફરતા વરૂ જેવા હવસખોરો ગુનેગારો આવી ચડે અને લૂંટનો કે છેડછાડ અથવા તેથી આગળ દુષ્કર્મ જેવી ઘટનાનો પણ ભોગ બનતા હોય છે. ઘણી ખરી ઘટનાઓમાં પોલીસને માત્ર અરજી આપીને અથવા જાણ કરીને ફરિયાદ નહીં કરીને આવા શખસોને ખુલ્લ ો દોર મળી જતો હોય છે. વડોદરાની આ ઘટના પરથી જ ધડો લેવો રહ્યો
વાલીઓએ પણ સંતાનોની મુવમેન્ટ પર સમય કાઢીને નજર રાખવી જોઈએ
ઘરેથી સંતાનો સ્કુલે, કોલેજે જવાનું કહીને નીકળતા હોય છે અથવા તો ટયુશનમાં કે મિત્ર સર્કલમાં જવાનું કહેતા હોય છે ખરેખર વાલીઓએ પણ પોતાના ટીનએજર્સ કે યુવા વય જઈ રહેલા બાળકો તરફ થોડો સમય કાઢીને તેઓની મુવમેન્ટ પર નજર રાખવી જોઈએ. જો બાળકો તરફે તેમના સમયનું વાલીઓ બરોબર ધ્યાન રાખે તો પણ બાળકો અવળા રસ્તે જતા અટકાવી શકાય અથવા વાળી શકાય
પોલીસ પણ કયાં કયાં પહોંચે? વ્યકિતગત એલર્ટનેસ જરૂરી
વડોદરાની જે ઘટના બની એ નિર્જન વિસ્તાર હતો કે, ત્યાં કોઈની હાજરી કે અવરજવર હોતી નથી. રાજકોટમાં પણ આવી ઘણી જગ્યાઓ છે. પોલીસ આજી, ન્યારી કે આવા એકાંતના સ્થળોએ પીસીઆર પેટ્રોલીંગ કરતી હોય છે પરંતુ કપલ્સ અંદરગાળે બેઠા હોય તો તે પોલીસને પણ નજરે ન પડે જયારે શિકારીઓ આવા અંદરના વિસ્તારમાં પહોંચીને લૂંટ કે અઘટિત કામ કરતા હોય છે. રાજકોટનું ક્ષેત્રફળ ઘણું વધ્યું છે જે મુજબ પોલીસ બધે પહોંચી ન શકે તે પણ હકિકત છે. જેથી આવા સ્થળો પર જતા કપલ્સે એલર્ટ રહેવું જોઈએ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપ્રદૂષણના કારણે પ્રાથમિક શાળાના વર્ગો આગામી આદેશ સુધી ઓનલાઈન, દિલ્હી મેટ્રોએ પણ મહત્વની કરી જાહેરાત
November 14, 2024 11:04 PMAAPના મહેશ કુમાર ખીંચી નવા મેયર બન્યા, ભાજપને 130 મત; રવિન્દ્ર ભારદ્વાજ બન્યા ડેપ્યુટી મેયર
November 14, 2024 10:03 PMદુનિયાને આ જોખમોથી બચાવશે નાસા અને ઈસરો, વાંચો શું છે મિશન NISAR, ટૂંક સમયમાં લોન્ચ કરવાની તૈયારી
November 14, 2024 09:59 PMભાવનગરમાં ત્રાટક્યું આવકવેરા વિભાગ, શહેરમાં 3 સ્થળો પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા
November 14, 2024 09:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech