હોટ એન્ડ બોલ્ડ ઉર્વશી રાઉતેલા સ્ટોકિંગ્સના કારણે થવા લાગી ટ્રોલ
ક્રિકેટર ઋષભ પંતના અકસ્માત બાદ નેટિઝન્સને ઉર્વશી પર છે બાજનજર
અભિનેત્રી એરપોર્ટ પર પિંક ડ્રેસ અને બ્લેક સ્ટોકિંગ્સમાં થઇ સ્પોટ
હોટ અને બોલ્ડ લુકને કારણે બોલીવુડ એક્ટ્રેસ ઉર્વશી રાઉતેલા સતત ચર્ચામાં છે. જ્યારથી ક્રિકેટર ઋષભ પંત સાથે તેનું નામ જોડાયુ અને પંતનું એક્સિડેંટ થયું ત્યારથી તો ઉર્વશી લગભગ રોજ લાઇમલાઇટમાં છે. એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર પોતાની પોસ્ટ્સ દ્વારા લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહી છે. ક્યારેક ફોલ્ડેડ હેન્ડ ઇમોજી તો ક્યારેક પ્રાર્થનાની વાત લખીને તો ક્યારેક ઋષભ પંત જ્યાં દાખલ થયો છે તે હોસ્પિટલનો ફોટો શેર કરીને ખૂબ જ ટ્રોલ પણ થઇ.
ઉર્વશીનું ટ્રોલ થવું કોઇ નવી વાત નથી. તે ઘણીવાર ટ્રોલર્સના નિશાને આવી જાય છે અને ફરી વાર કંઇક એવુ જ થયું. આ વખતે ઉર્વશી પોતાના ફાટેલા સ્ટોકિંગ્સને લઇને નેટિઝન્સના નિશાને આવી છે. ઉર્વશીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે એરપોર્ટ પર જોવા મળી રહી છે. આ દરમિયાન તેણે પિંક ડ્રેસ અને બ્લેક સ્ટોકિંગ્સ પહેર્યા હતા, જેમાં તે ખૂબસૂરત લાગી રહી હતી. પરંતુ આ લુકના કારણે તે ઉફ્ફ મોમેન્ટનો શિકાર બની હતી. ઉર્વશીના આ વીડિયો પર ઘણા યુઝર્સે રિએક્શન આપ્યા અને એક્ટ્રેસ પર નિશાન સાધ્યું અને તેના લૂક પર સવાલ ઉઠાવ્યા.
સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભાયાનીએ ઉર્વશીનો વીડિયો શેર કર્યો છે, જેમાં દરેકની નજર ઉર્વશીના ફાટેલા સ્ટોકિંગ્સ પર ટકેલી હતી. કેમેરા જોતાં જ ઉર્વશી ચતુરાઈથી તેના ફાટેલા સ્ટોકિંગ્સ છુપાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ તેના ફાટેલા સ્ટોકિંગ્સ કેમેરામાં કેદ થઈ ગયા હતા. આ જોઈને યુઝર્સે પણ ફની રિએક્શન આપવાનું શરૂ કર્યું. ફાટેલા સ્ટોકિંગ્સ પહેરેલી એક્ટ્રેસ પર ઘણા લોકોએ ફની કમેન્ટ્સ કરી છે.
ઉર્વશીના વીડિયો પર રિએક્શન આપતા એક યુઝરે લખ્યું કે...તેના સ્ટોકિંગ્સ ફાટી ગયા છે. નીકળતા પહેલા શું ધ્યાન નહોતુ આપ્યું. એકે સવાલ કર્યો કે...
તેણે ફાટેલા સ્ટોકિંગ્સ કેમ પહેર્યા છે. અન્ય યુઝર્સે લખ્યું- સ્ટોકિંગ્સ ફાટી ગયા. બની શકે કે તે તેની ફેવરિટ હોય, તેથી જ તેને ફેંકી નહીં હોય. વીડિયોનું કોમેન્ટ બોક્સ પણ આવાં જ રિએક્શનથી ભરેલું છે.
ઉર્વશી તાજેતરમાં જ હોસ્પિટલનો ફોટો શેર કરીને ચર્ચામાં આવી હતી જેમાં ક્રિકેટર રિષભ પંત હાલમાં દાખલ છે. આ ફોટો શેર કરીને ઉર્વશીને ઘણી ટ્રોલ કરવામાં આવી હતી. એકવાર ઉર્વશી અને ઋષભના ડેટિંગની ચર્ચા શરૂ થઈ હતી, પરંતુ ક્રિકેટરે તેનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. જે બાદ તેઓ ઘણીવાર સોશિયલ મીડિયા પર એકબીજા પર આકરા પ્રહાર કરતા જોવા મળ્યા હતા. પરંતુ, જ્યારે ઉર્વશીએ હોસ્પિટલનો ફોટો શેર કર્યો, ત્યારે ઘણા લોકો અનુમાન કરવા લાગ્યા કે તે ઋષભ પંતને મળવા હોસ્પિટલ પહોંચી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech