કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં  ઉર્વશી રાઉતેલા પિંકડોલ તરીકે છવાઇ

  • May 18, 2023 11:06 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  • એક્ટ્રેસે સોશિયલ મીડિયામાં ફોટા અને વીડિયો શેર કરતા ફેન્સ થયા ફિદા
  • ઉર્વશી લાંબા સમય બાદ ધર્મા પ્રોડક્શન થકી કોઇ ફિલ્મમાં આવવાની છે


આજકાલ જાણીતી ઇન્ટરનેશનલ ઇવેન્ટ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ અને તેમાં હાજર રહેલી બોલીવૂડ સુંદરીઓને ભારે ચર્ચા છે. કાન્સ ફેસ્ટિવલ 16 મેથી શરૂ થયો છે અને 27 મે સુધી ચાલશે. ઓપનિંગ ડે પર ઉર્વશી રાઉતેલાની સાથે સારા અલી ખાન, એશા ગુપ્તા, માનુષી છિલ્લરનું ડેબ્યુ પણ ખાસ હતું. તેમાં પણ પિંકડોલ તરીકે ઉર્વશીની હાજરીએ તેના ફેન્સના દિલની ધડકન વધારી દીધી.



ફિલ્મોથી દૂર છતાં ઇન્ટરનેશનલ લેવલ સુધી છવાયેલી ખુબસુરત એક્ટ્રેસ ઉર્વશી રાઉતેલા પણ ફરી ચર્ચામાં છે. ઉર્વશી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે અવારનવાર પોતાના ફોટા અને વીડિયો શેર કરતી રહે છે. તેણે તાજેતરમાં કાન્સ 2023ના ઓપનિંગ ડેમાં પિંક ગાઉનમાં હાજરી આપી હતી. જ્યાંની કેટલીક તસવીરો અને એક વીડિયો તેણે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. ઉર્વશીની સ્ટાઈલ હવે ઈન્ટરનેટ પર ચર્ચાનો વિષય બની છે પરંતુ સૌથી વધુ ચર્ચાનો મુદ્દો તેનો નેકપીસ બની ગયો.

    
ઉર્વશીએ આઉટફિટ સાથે મેચિંગ એલિગેટર ડિઝાઈનનો નેકપીસ અને ઈયરિંગ્સ પહેરી હતી. તેના સ્ટાઇલિશ લુકને કારણે ફેન્સ ખૂબ જ ઇમ્પ્રેસ થયા છે અને તેના 'પિંક ડોલ' લૂક પર ભરપૂર પ્રેમ વરસાવી રહ્યા છે. જોકે તેના લુકની સરખામણી દીપિકા પાદુકોણ સાથે કરવામાં આવી રહી હતી. આ લોન્ગ લેયર્ડ ટ્યૂલ ગાઉન સાથે તેની એક્સેસરીઝ અને મેકઅપ પણ ખાસ હતો.


ઓવરઓલ લુકની વાત કરીએ તો ઉર્વશીએ મિનિમલ મેકઅપ કર્યો હતો. તેણે કાનમાં પણ નેકપીસ સાથે મેચિંગ બિગ લૂપ્સ કેરી કર્યા હતા. તેના પર પણ બે નાના મગર જોવા મળી રહ્યાં હતા. એક્ટ્રેસે હાથમાં બ્રેસલેટ પહેર્યુ હતું. તેનો આ લુક એટ્રેક્ટિવ લાગી રહ્યો હતો.

    
વર્ક ફ્રન્ટ પર, ઉર્વશીએ તાજેતરમાં જ ખુલાસો કર્યો હતો કે તે કરણ જોહરની ફિલ્મમાં જોવા મળશે. ઉર્વશી રૌતેલાએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક નાની ક્લિપ શેર કરીને લખ્યું, નવી શરૂઆત અને તેણે ધર્મા પ્રોડક્શનને પણ ટેગ કર્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application