- ફેન્સ તો થયા ખુશ પરંતુ નેટિઝન્સે હંમેશની જેમ તેને ટ્રોલ કરવા માંડી
- કોઇએ લખ્યુંઃ લાગે છે કે આ પાગલ થઇ ગઇ છે, તેને કોઇ શરમ નથી
ઉર્ફી જાવેદે ફરી બ્રેસ્ટ ઢાંકવા માટે ફૂલોનો સહારો લીધો. જેથી તેના દીવાના તો ખુશ થઇ ગયા પરંતુ નેટીઝન્સ તેને ટ્રોલ કરવા લાગ્યા છે. કૂતરાની પૂંછડી વાંકીને વાંકી જેવો ઘાટ મોડેલ-એક્ટ્રેસ ઉર્ફી જાવેદનો છે. તેણે પહેલી એપ્રિલે ઉઘાડા વસ્ત્રો પહેરી શરીરનું પ્રદર્શન નહીં કરવાનું વચન આપ્યું હતું. છતાં તેના ત્રીજા જ દિવસથી ફીર વહી ઘાટની જેમ અતરંગી અને માત્ર કપડાના નામે તેણે ટુંકા વસ્ત્રો પહેરી ઇન્ટરનેટ પર ફેન્સને મટીરિયલ્સ આપવાનું ચાલુ રાખ્યું.
મોડલ અને એક્ટ્રેસ ઉર્ફી જાવેદ, જે તેની ફેશન અને ડ્રેસિંગ સેન્સ માટે પોપ્યુલર છે, તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે દરરોજ તેના ફેન્સ માટે તેના વીડિયો અને ફોટો શેર કરતી રહે છે. ઉર્ફી જાવેદની સોશિયલ મીડિયા પોસ્ટ્સમાં હંમેશા નવા પ્રકારની ફેશન અને ડ્રેસિંગ સેન્સ જોવા મળે છે.
ઉર્ફીએ ફરીથી તેનો એક વીડિયો શેર કર્યો છે જે લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે અને જેને જોઈને તેના ફેન્સ ધબકારો ચૂકી ગયા છે. ખરેખર, ઉર્ફી જાવેદે આ વખતે તેના શરીરને ફૂલોથી ઢાંકી દીધું છે. ઉર્ફી જાવેદે રવિવારે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં ઉર્ફી જાવેદે ફૂલોથી સ્કર્ટ બનાવ્યું છે. ટોપલેસ હોવાને કારણે, તેણે હાથ અને ગજરાનાં ફૂલોથી પોતાનું શરીર ઢાંક્યું છે. ઉર્ફી જાવેદે વિડિયો સાથેના કેપ્શનમાં ફૂલ બનાવ્યું છે.
વીડિયો ફેન્સને પસંદ આવી રહ્યો છે પરંતુ સોશિયલ મીડિયા યુઝર્સ તેને હંમેશાની જેમ ટ્રોલ કરી રહ્યા છે. ઉર્ફી જાવેદના વીડિયો પર એક યુઝરે લખ્યું છે કે, 'શું જોવું પડી રહ્યું છે.' એક યુઝરે લખ્યું છે કે, 'ભાઈ, તેને કપડાં અને ડ્રેસિંગ સેન્સ શીખવો.' એક યુઝરે લખ્યું છે, 'લાગે છે કે તે પાગલ થઈ ગઈ છે, કોઈ શરમ નથી.' એક યુઝરે લખ્યું છે કે, 'આ બધામાંથી આ શું ઈચ્છે છે?'
ઉર્ફી જાવેદ ટીવી સિરિયલ્સે પોતાના કરિયરની શરૂઆત પોતાના ટીવી ઈન્ડસ્ટ્રીથી કરી હતી. 'બડે ભૈયા કી દુલ્હનિયા' સહિતની ઘણી ટીવી સિરિયલો કર્યા પછી પણ ઉર્ફીને એટલી પોપ્યુલારિટી મળી નથી જે અતરંગી ફેશને તેને આપી છે. આજે ઉર્ફી ઘણા મોટા ડિઝાઇનરો સાથે કામ કરી રહી છે!
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech