ઉર્ફી જાવેદનું દિલ કોણે તોડ્યુઃ ફેન્સ પૂછી રહ્યા છે સવાલ

  • April 17, 2023 11:15 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


 

  • ઇન્ટરનેટ સેન્સેશનલ એક્ટ્રેસે એકસ-રે પ્લેટ સાથે ઢાંક્યા બ્રેસ્ટ
  • ગંભીર મુદ્રાની પોસ્ટ જોઇ મોડેલના ચાહકોના દિલ બેસી રહ્યા છે


ઇન્ટરનેટ સેન્સેશનલ ઉર્ફી જાવેદના દિલની હાલત આજકાલ ઠીક નથી. કંઈકને કંઈક તો ગડબડ જરુર છે. આ વાતનું અનુમાન લોકો ઉર્ફીના લેટેસ્ટ ફોટો પરથી લગાવી રહ્યા છે. તેણે નવો ફોટો શેર કર્યો છે જેના કારણે ઉર્ફી ફરીથી ચર્ચામાં આવી ગઈ છે. ઉપરાંત તેના ફેન્સને પણ ખૂબ જ ચિંતા થવા લાગી છે.


ઉર્ફી લોકોનું અટેન્શન મેળવવામાં ખૂબ જ માહિર છે અને તે કંઈકને કંઈક એવું કરતી રહે છે કે લોકોનું ધ્યાન તેની તરફ ખેંચાય. પછી ભલે તેનું કારણ તેના કપડાં હોય કે તેનું કોઈ નિવેદન. તેણી અવાર-નવાર ખૂબ જ ચર્ચામાં રહે છે. પહેલી એપ્રિલે પણ ઉઘાડા કપડાં નહીં પહેરવાનું વચન આપી તે ચર્ચામાં આવી હતી. 


આ વખતે ઉર્ફી જાવેદે ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે, જેમાં તેણે એક XRay પ્લેટ સાથી તેના બ્રેસ્ટ ઢાંકી રાખ્યા છે. પ્લેટ પર તૂટેલા દિલની ઇમોજી છે અને સેલ્ફી લેતા પોઝમાં તે બહુ જ ગંભીર મુદ્રામાં દેખાય છે. આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ઉર્ફી ખૂબ જ છવાયેલી છે અને તેથી જ તેના ઘણાં ફેન્સ પણ તેની ચિંતા કરી રહ્યા છે અને પુછી રહ્યા છે કે, ઉર્ફીનું દિલ કોણે તોડ્યું?


એક દિવસ પહેલા પણ તે આવા જ એક અંદાજમાં જોવા મળી હતી, જેને જોઈને સૌ કોઈ ચોંકી ગયા હતાં. બ્લેક રિવિલિંગ ડ્રેસ અને તેના પર ગરોળીની ડિઝાઈનવાળો નેકલેસ પહેરીને ઉર્ફીએ કેમેરા સામે પોઝ આપ્યા હતાં. આમતો ઉર્ફી પહેલાં પણ ઘણા યુનિક આઉટફીટમાં જોવા મળી છે. પરંતુ, આ લુકના કારણે તેણી ખૂબ જ લાઈમલાઈટમાં આવી હતી.


આ દરમિયાન તે એક અન્ય કારણે પણ ચર્ચામાં આવી હતી. હકીકતમાં ઈવેન્ટમાં તેણી સુહાના ખાન અને નીસા દેવગણના ખાસ મિત્ર ઓરી સાથે જોવા મળી હતી. જેને લોકોએ 'રામ મિલાઈ જોડી' સુધી પણ કહી દીધું. બી ટાઉનની કોઈપણ પાર્ટીમાં ઓરી હાજર હોય જ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application