ધોરાજી તાલુકા પોલીસ મથકના સ્ટાફે ભાદર ડેમ જવાના રસ્તે કારને અટકાવી તલાશી લેતા તેમાંથી ૩૫ બોટલ દા મળી આવ્યો હતો.પોલીસે દાના જથ્થા સાથે કારચાલક ઉપલેટાના શખસને ઝડપી લીધો હતો.જયારે જેતપુરના શખસનું નામ ખુલ્યું હતું.જયારે એલસીબીની ટીમે ગોંડલના ગોમટા ચોકડી પાસે ફિલ્મી ઢબે કારનો પીછો કરતા ચાલક કાર રેઢી મૂકી નાસી ગયો હતો.કારમાંથી .૯૬ હજારની કિંમતનો ૪૮૦ લીટર દેશીદાનો જથ્થો મળી આવ્યો હતો.
દાના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ,ધોરાજી તાલુકા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો દરમિયાન મળેલી બાતમીના આધારે ધોરાજી નેશનલ હાઇવે પર ભાદર ડેમ જવાના રસ્તે કાર નં.જીજે ૧૫ સીડી ૫૭૭૫ શંકાસ્પદ રીતે પસાર થતી હોય પોલીસે આ કારને અટકાવી હતી.પોલીસે કારની તલાશી લેતા તેમાંથી તેમાંથી દાની ૩૫ બોટલ મળી આવી હતી.જેથી પોલીસે કારચાલક દર્શન વજાભાઇ ચંદ્રવાડીયા(ઉ.વ ૨૩ રહે. પોરબંદર રોડ અતુલ વે બ્રિજ પાસે,સહયોગ સોસાયટી ઉપલેટા) ને ઝડપી લીધો હતો.પોલીસે દાનો આ જથ્થો અને કાર સહિત કુલ .૨,૨૮,૨૫૦ મુદામાલ કબજે કર્યેા હતો.ઝડપાયેલા કારચાલકની પુછપરછ કરતા તે દાનો આ જથ્થો જેતપુરમાં રહેતા મહાવિર કાઠીને આપવા જતો હોવાની કબુલાત આપતા પોલીસે બંને સામે ગુનો નોંધી મહાવિરને ઝડપી લેવા માટે તપાસ હાથ ધરી છે.બનાવ અંગે વધુ તપાસ હેડ કોન્સ. જગદિશભાઇ ચલાવી રહ્યા છે.
જયારે દાના અન્ય દરોડામાં રાજકોટ ગ્રામ્ય એલસીબીના પીઆઇ વી.વી.ઓડેદરાની રાહબરી હેઠળ પીએસઆઇ એચ.સી.ગોહિલ તથા ટીમ પેટ્રોલીંગમાં હતી દરમિયાન મળેલી બાતમીના આધારે ગોંડલ તાલુકાના ગોમટા ચોકડી પાસે શંકાસ્પદ કાર રોકવાનો પ્રયાસ કરતા તેણે કાર હંકારી મૂકી હતી.જેથી એલસીબીની ટીમે તેનો પીછો કરતા નેશનલ હાઇવે રોડ પર રામ હોટલ દેવ કોટન ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાના પાસે આ કાર રેઢી મળી હતી.બાદમાં પોલીસે કારન તલાશી કરતા તેમાંથી .૯૬ હજારની કિંમતનો ૪૮૦ લીટર દેશી દાનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે દાનો આ જથ્થો અને કાર સહિત કુલ .૨.૯૬ લાખનો મુદામાલ કબજે કરી પોલીસને જોઇ અહીં કાર રેઢી મૂકી નાસી જનાર કારચાલકને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech