સુખી સંસારના '૭' અ: ૨૫ દીકરીઓને અનોખું કન્યાદાન

  • December 06, 2023 03:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


માં નો પાલવ અને પિતાનો હાથ છોડી પિયરથી વિદાય લેતી દીકરીને મનગમતી વસ્તુઓનો ખજાનો આપવામાં આવે છે પણ જો સાથે અમૂલ્ય શીખ અને સમજણનું ભાથું પણ આપવામાં આવે તો તેના સંસારમાં સુખની સુગધં મહેકવા લાગે છે. યારે માતા પિતા વગરની દીકરીને આવી સાચી અને સારી શિખામણ કયાંથી મળે..? કોણ આપે..? બસ આવા વિચાર સાથે વહાલુડીના વિવાહમાં પ્રભુતામાં પગલાં પાડવા જઈ રહેલી દીકરીઓને ઉચ્ચ વિચારો સાથે સાંસારિક જીવન ને કઈ રીતે નિભાવવુ તે માટે એક નવતર કાર્યક્રમ સાથે આ બધી જ દીકરીઓને સુંદર શીખ આપવામાં આવી હતી.


દીકરી મારી લાડકવાયી આજ ચાલી સસરીયાની વાટ,છોડી પિયરનું પાધર જાવું તારે પારકા દેરે મન ભરી ઉચાટ,વલોવાય કઠણ કાળજાનેં પાંપણ ભીંજાઇ જાય!! દીકરી ચાલી રે સાસરે, આંખે આંસુ રે સરી જાય..દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ દ્રારા નવતર પ્રયોગ સાથે એક ચોટદાર અભિગમપી કાર્યક્રમ યોજાઈ ગયો,જેમાં રાજકોટના જાણીતા યુવા લેખક વકતા ઉદઘોષક કલાકાર હર્ષલ માંકડે માર્ગદર્શન પૂં પાડેલ.


દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ આયોજિત વહાલુડીના વિવાહ ૬ માં પ્રભુતામાં પગલાં પાડનારી ૨૫ વહાલુડી દીકરીઓનો ગૃહ સંસાર સુખી બની રહે પોતાના ઘરને નંદનવન બનાવે પોતાના સાસુ સસરાની પોતાના માતા પિતા સમજી સેવા કરે તેવા શુભાશયથી સમૃદ્ધ કરીયાવરની સાથે સારા વિચારો સંસ્કારોનું પણ ભાથું મળે તે માટે દીકરી જીવનનું મેઘધનુષ એ વિષય પર વાર્તાલાપ યોજવામાં આવેલ. આ વિશે અનુપમભાઈ દોશી એ જણાવ્યું હતું કે, સાસરે જતી દીકરીને આપણે સોનાના દાગીના, વક્રો, વાસણો વગેરે વસ્તુઓ ભેટ સ્વપે આપતા હોય છે જો આ સાથે જ સમજણનો સેતુ રચીને આપીએ તો એના સંસારમાં કજિયા કંકાસ અને સ્થાન નહીં રહે અને સુખભર્યેા સંસાર ખીલી ઉઠશે. દર વર્ષે દીકરાનું ઘર દ્રારા નિરાધાર દીકરીઓના વાજતે ગાજતે જાજરમાન લ કરવામાં આવે છે. માતા કે પિતા વગરની આ દીકરીઓને યોગ્ય સમજણ મળી રહે તે માટે આ વર્ષે નવતર પ્રયોગ થકી સમજણ પી કન્યાદાન આપવામાં આવ્યું.


હર્ષલભાઈએ પોતાના ૪૫ મિનિટના સરળ રસપ્રદ ઉદબોધનમાં તમામ ૨૫ ભાગ્યવંતી વહાલુડી દીકરીઓને જીવનમાં હમેશ સુખી થવા સંસારને મધુર આનંદમય રાખવા સાત અ ધ્યાનમાં રાખવા જણાવેલ સાત અ માં અક્કલ, આવડત ,અનુભવ ,અનુશાસન અનુાન ,આત્મવિશ્વાસ ,અન્નપૂર્ણા ને ધ્યાનમાં રાખી ગૃહસ્થાશ્રમમાં રહેવું હમેશ જતું કરવાની ભાવના રાખવી તેમજ પોતાના વાણી વ્યવહાર વર્તનથી સાસરિયામાં સહત્પના દિલ જીતી લેવા જણાવેલ અને જો ઉમરાંવાળી માં એટલે કે સાસુને પૂજવામાં આવશે તો ડુંગરાવાળી માને પૂયા બરાબર છે તેમ જણાવી તમામ દીકરીઓને સુખી પ્રસન્ન દામ્પત્યજીવનની શુભકામનાઓ પાઠવેલ.


કાર્યક્રમમાં દીકરી –જમાઈની સાથે બંને ના માતા પિતા, હયાત માતા પિતા ન હોય તેના ભાઈ ભાભી સાસુ ,સસરાને પણ બોલાવેલ. હર્ષલભાઈએ આ તમામને પણ આવનાર પુત્રવધૂને પારકી જણી ન સમજતા ગૃહલમી, ભાગ્યલક્ષમી માનજો અને પોતાનું સર્વસ્વ છોડીને તમારા આંગણે આવી છે ત્યારે તમારી દીકરીને સાચવો છો તેવી રીતે સાચવવા જણાવેલ સેમીનારનું દીપ પ્રાગટય વહાલુડીના વિવાહ ૬ ના મુખ્ય યજમાન અને જાણીતા ઉધોગપતિ મનસુખભાઇ પાણ અને શોભનાબેન પાણે કરેલ
આ કાર્યક્રમમાં મુકેશભાઈ દોશી કિરીટભાઈ પટેલ હરેશભાઇ પરસાણા ઉપસ્થિત રહેલ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application