અનોખી માછલી: જે મળી જાય તો કિસ્મત બદલાય જાય

  • July 28, 2023 04:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

માછીમારો એવી પ્રજાતિ છે માત્ર માછલીઓ પર જ પોતાનું ગુજરાન ચલાવે છે ત્યારે ઓડિશાના રાજનગરના તાલચુઆ વિસ્તારમાંથી એક માછીમારે અનોખી માછલી પકડી હતી. તે વ્યવસાયના દિઘામાં 10,000 રૂપિયા પ્રતિ કિલોના દરે વેચવામાં આવી હતી. આ માછલીની કિંમત લગભગ 2 લાખ રૂપિયા બોલી લગાવવામાં આવી હતી. આ માછલીને મયુરી માછલી કહેવામાં આવે છે.



આ મયુરી માછલીની જાત જોવા પણ મળતી ન હોવાથી વેચતા પહેલા લોકોને જોવા માટે રાખવામાં આવી હતી. આ દુર્લભ પ્રજાતિની માછલીઓ જોવા માટે સ્થાનિક લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા.


આ પહેલા પણ ઓડિશાના ચંદવાલી વિસ્તારમાં ડ્રોન સાગર નામની એક અનોખી માછલી જોવા મળી હતી, જેને માછીમારે પકડી હતી અને, બાદમાં તેને એક ફાર્માસ્યુટિકલ કંપનીએ 7 લાખ 49 હજારમાં ખરીદી હતી. કારણકે તે પણ દુર્લભ પ્રજાતિની માછલી હતી. માછીમારોને આવી માછલીઓ મળી જાય ત્યારે તેની કિસ્મત બદલાય જતી હોય છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application