કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો.મનસુખ માંડવિયા જીનીવામાં 76મી વર્લ્ડ હેલ્થ એસેમ્બલીને સંબોધશે

  • May 23, 2023 10:39 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડો. મનસુખ માંડવિયા તા.21 થી 30 મે સુધી સ્વિટ્ઝર્લેન્ડના જીનીવા ખાતે યોજાનારી 76મી વિશ્વ આરોગ્ય સભામાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. જેમાં તેઓ સ્વસ્થ વિશ્વ માટે ભારતની પ્રતિબદ્ધતાને અનુરૂપ, 'હીલ ઇન ઇન્ડિયા એન્ડ હીલ બાય ઇન્ડિયા' તેમજ 'યુનાઇટેડ ફાઇટ અગેઇન્સ્ટ ટીબી' થીમ પર સંક્ષિપ્ત કાર્યક્રમોમાં મુખ્ય વક્તવ્ય આપશે. તથા મેડિકલ વેલ્યુ ટ્રાવેલ ક્ષેત્રે ભારતના યોગદાન અને વર્ષ 2025 સુધીમાં ભારતમાંથી ક્ષય રોગને નાબૂદ કરવાના ભારતના સંકલ્પનો ઉલ્લેખ કરશે.



તા. 24 મે સુધીના તેમના રોકાણ દરમિયાન, ડૉ. માંડવિયા સહભાગી રાષ્ટ્રો વચ્ચે આરોગ્ય સંભાળ સંબંધિત સહકાર માટેની તકોને પ્રોત્સાહન આપવાના હેતુથી વિવિધ દ્વિપક્ષીય બેઠકોમાં તેમજ મીડિયા ટોકમાં ભાગ લેશે. આ દ્વિપક્ષીય બેઠકોમાં સિંગાપોર, ફ્રાન્સ, નેધરલેન્ડ, યુએસ, બાંગ્લાદેશ, આર્જેન્ટિના, બ્રાઝિલ, કતાર અને બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનના પ્રતિનિધિઓ ભાગ લેશે. આ ઉપરાંત, બ્રિક્સ બ્રાઝિલ, રશિયા, ચીન અને દક્ષિણ આફ્રિકાના પ્રતિનિધિઓ સાથે બહુપક્ષીય બેઠક પણ થશે.



 મુખ્ય એજન્ડામાં સાર્વત્રિક આરોગ્ય કવરેજ, જાહેર આરોગ્ય કટોકટી, આરોગ્ય અને સુખાકારી અને વધુ અસરકારક અને કાર્યક્ષમ વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) ના મુદ્દાઓ પર વિચાર-વિમર્શ થશે. વૈશ્વિક આરોગ્ય માળખાના નિર્માણ માટે વૈશ્વિક સહયોગ અને ભાગીદારીના  મહત્વ પર પણ ભાર મુકશે અને મૂલ્ય-આધારિત આરોગ્યસંભાળ દ્વારા સાર્વત્રિક આરોગ્ય કવરેજ મેળવવા  માટે સામૂહિક રીતે પ્રયત્ન કરી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે ડૉ. મનસુખ માંડવિયાએ વર્ષ 2022માં પણ જીનીવા ખાતે યોજાયેલી 75 માં વર્લ્ડ હેલ્થ એસેમ્બલીના સત્રને પણ સંબોધન કર્યું હતું,



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application