ઉના પોલીસે લૂંટના બે આરોપીને મુદ્દામાલ સો પકડી લીધા

  • June 29, 2024 01:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉના શહેરમા મોદેશ્વર રોડ ઉપર આવેલ સર્કિટ હાઉસ સામેના રોડ ઉપર મોટર સાયકલ ઉપર જતા મિલન કનુભાઈ સોસા અને ધવલ મનુભાઈ સોસા પસાર તા હતા ત્યારે ઊનાનો રીઢો આરોપી કૃણાલ ઉર્ફે સુજલ રવિ ભાઈ બાંભણિયા અને નીતિન ઉર્ફે ગીગો મોહનભાઈ રાઠોડ રે. ઊનાએ મોટર સાયકલ આડે ઉભા રહી બન્નેને આડેધડ ઢિકા પાટુનો માર મારી બન્ને પાસે રહેલ કીમતી મોબાઈલ ફોન કિંમત ‚ા.૧૨૦૦૦ની લૂંટ કરી નાસી ગયા હતા જેની ઊના પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધાવી હતી. ઊનાના પોલીસ ઇન્સ્પેકટર મહેન્દ્ર સિંહ એન. રાણા અને પી.એસ.આઇ. એચ. આર. જેબલિયા એ.એસ.આઇ. ધર્મેન્દ્રસિહ પરમાર, દિલીપભાઈ અશોકભાઈ મકવાણા, જોરૂભા મકવાણા વિજય ભાઈ રાહુલ ભાઈ વિગેરે એ જુદી જુદી ટીમ બનાવી આરોપીને પકડવા તજવીજ હા ધરી હતી અને બાતમી મળી હતી કે ઊના એસ.ટી. બસ સ્ટેશનના જાપા પાસે બે યુવાનો આવતા જતાં લોકોને મોબાઈલ ફોન વેચવા માટે કોશિશ કરતા હતા ત્યારે સ્ળ ઉપર જઈ લૂંટના ગુનાનો આરોપી કૃણાલ ઉફેઁ સુજલ રવિભાઈ બાંભણિયા અને નીતિન ઉફેઁ ગીગો મોહનભાઈ રાઠોડને દબોચી લેવામાં આવેલ હતા અને આગવી પૂછપરછ કરતા તેમના કબજામા રહેલ લૂંટ કરેલ કીમતી મોબાઈલ ફોન નગ બે ‚ા.૧૨૦૦૦ની કિંમતના મળી આવતા પોલીસે લૂંટના ગુનામા ધરપકડ કરી ગણતરીના કલાકોમાં લૂંટનો ભેદ ઉકેલી સફળતા મેળવી હતી આરોપી નંબર એક કૃણાલ ઉપર ઊના પોલીસ સ્ટેશનમા લૂંટ મારામારી, ચોરી, અપહરણ, દુષ્કર્મ જેવા સાત ગુનાઓ નોંધાયા છે. આરોપી ગુનો કરવાની ટેવ વાળો હોવાનું પોલીસે જણાવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application