અમેરિકી રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ માનવ અધિકાર પરિષદમાંથી અને યુએન રાહત એજન્સી માંથી ખસી જવાનો નિર્ણય લીધો છે. ટ્રમ્પે એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કયર્િ છે જેમાં સંયુક્ત રાષ્ટ્રને અમેરિકા દ્વારા આપવામાં આવતા ભંડોળની સમીક્ષા કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ટ્રમ્પ્ના આ નિર્ણયથી દુરગામી અસર પડવાની સંભાવના નિષ્ણાતો જોઈ રહ્યા છે.
ટ્રમ્પે અમેરિકાને માનવ અધિકાર પરિષદ (ઞગઇંછઈ) અને પેલેસ્ટિનિયનો માટે મુખ્ય યુએન રાહત એજન્સી (ઞગછઠઅ) માંથી બહાર કરવાનો આદેશ આપ્યો છે. તેમણે યુનેસ્કો જેવા અન્ય યુએન સંગઠનોમાં યુએસની ભાગીદારીની સમીક્ષાનું પણ નિર્દેશન કર્યું છે. ટ્રમ્પે કહ્યું કે સંયુક્ત રાષ્ટ્ર યોગ્ય રીતે કામ કરી રહ્યું નથી, પરંતુ તેમણે એ પણ સ્વીકાર્યું કે આ વૈશ્વિક સંગઠનમાં પ્રચંડ ક્ષમતા છે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે અમેરિકા દ્વારા આપવામાં આવતી સહાય અન્ય દેશો દ્વારા આપવામાં આવતી સહાય કરતાં વધુ હતી અને તેથી તેમણે બધા દેશો પાસેથી સમાન ભંડોળ મેળવવાની હાકલ કરી.
યુનાઇટેડ નેશન્સ રિલીફ એન્ડ વર્ક્સ એજન્સી અને યુએસ ફંડિંગ વિવાદ
યુનાઇટેડ નેશન્સ રિલીફ એન્ડ વર્ક્સ એજન્સી પેલેસ્ટિનિયન શરણાર્થીઓ, ખાસ કરીને ગાઝામાં વિસ્થાપિત લોકો માટે પ્રાથમિક સહાય એજન્સી છે. ટ્રમ્પ વહીવટીતંત્રે અગાઉ ઞગછઠઅને ભંડોળ ઘટાડ્યું હતું અને તેની અસરકારકતા પર પ્રશ્ન ઉઠાવ્યા હતા. 2023 માં, ઇઝરાયલે આરોપ લગાવ્યો કે ઞગછઠઅના કેટલાક કર્મચારીઓ હમાસના આતંકવાદી હુમલાઓમાં સામેલ હતા, ત્યારબાદ અમેરિકાએ વાર્ષિક 300-400 મિલિયન ડોલરનું ભંડોળ સ્થગિત કરી દીધું. તપાસમાં તટસ્થતા સંબંધિત મુદ્દાઓ મળી આવ્યા હોવા છતાં, ઇઝરાયલના આરોપોના કોઈ પુરાવા મળ્યા નથી. ટ્રમ્પે તેમના પહેલા કાર્યકાળ દરમિયાન ઇઝરાયલ તરફી નીતિઓના ભાગ રૂપે ઞગછઠઅની પણ આકરી ટીકા કરી હતી.
ટ્રમ્પ્ના પહેલા કાર્યકાળ દરમિયાન લેવાયેલા નિર્ણયો
તેમના પહેલા કાર્યકાળ (2017-2021) દરમિયાન, ટ્રમ્પે ઞગછઠઅના ભંડોળમાં ઘટાડો કર્યો અને માનવ અધિકાર પરિષદ (ઞગઇંછઈ) માંથી અમેરિકાને પાછું ખેંચી લીધું. તેમણે ઇઝરાયલ સામે જૂના પૂર્વગ્રહ ને ટાંકીને આ નિર્ણય લીધો અને સંયુક્ત રાષ્ટ્રમાં સુધારાની માંગ કરી.
સંયુક્ત રાષ્ટ્ર સંગઠનોમાં ભાગીદારી
ડોનાલ્ડ ટ્રમ્પ્નો આ એક્ઝિક્યુટિવ ઓર્ડર સંયુક્ત રાષ્ટ્ર સંગઠનોમાં ભાગીદારી અંગે અમેરિકાના વલણને સ્પષ્ટ કરે છે. આ પગલું અમેરિકા વિરોધી પક્ષપાત અને ઇઝરાયલ તરફી નીતિઓના આધારે લેવામાં આવ્યું છે, જે અમેરિકા અને સંયુક્ત રાષ્ટ્ર વચ્ચેના સંબંધો પર ઊંડી અસર કરી શકે છે. હવે જોવાનું એ રહે છે કે આ નિર્ણયની વૈશ્વિક મંચ પર શું અસર પડે છે અને અન્ય દેશો કેવી પ્રતિક્રિયા આપે છે.
ભંડોળની અસમાનતા કારણ
વ્હાઇટ હાઉસના સ્ટાફ સેક્રેટરી વિલ શેર્ફે જણાવ્યું હતું કે આ પગલું યુએન એજન્સીઓમાં અમેરિકા વિરોધી પૂર્વગ્રહને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યું હતું. સામાન્ય રીતે, એક્ઝિક્યુટિવ ઓર્ડર વિવિધ દેશોમાં ભંડોળની અસમાનતા અને યુ.એસ.ની સંડોવણીની સમીક્ષા કરવાનું કહે છે, શેર્ફે જણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationIND vs PAK: મેચ વચ્ચે જ ભારતને મોટો ઝટકો, મોહમ્મદ શમી ઘાયલ થતાં ગ્રાઉન્ડની બહાર
February 23, 2025 03:53 PMટોસ હારવામાં ટીમ ઈન્ડિયા શ્રેષ્ઠ... પાકિસ્તાન સામેની મેચમાં બનાવ્યો આ રેકોર્ડ
February 23, 2025 03:38 PMરાજકોટ : કુવાડવા પોલીસ સ્ટેશન સામે જ દ્વારકાધીશ હોટલમાં દેહવ્યાપાર, પોલીસ અજાણ ?
February 23, 2025 03:33 PMરાજકોટની ઝનાના હોસ્પિટલમાં વંદારાજ, જુઓ Video...
February 23, 2025 03:30 PMસારા એવા રસ્તાની રાજકોટ મનપાએ પથારી ફેરવી નાખી !, ઉબડખાબડવાળા રસ્તા અને સત્તત ઉડે છે ધૂળની ડમરીઓ
February 23, 2025 03:29 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech