ભાવનગર બે યુવાનો ૧૫૦૦ કિલોમીટર અયોધ્યા સુધી સાયકલ લઇને જવા નીકળ્યા હતા. નેશનલ સાયકલીસ્ટ નિમેષ મનસુખભાઈ જીવરાજાની અને જયમીત ત્રિવેદી નામના બન્ને યુવાનો જેનો સાયકલિંગ કરવો શોખ છે. અને આ શોખને ધર્મ સાથે જોડી અને સાયકલ લઇને ભાવનગરથી અયોધ્યા ઉત્સવમાં હાજરી આપવા શહેરના નીલમબાગ સર્કલથી પ્રસ્થાન કર્યું હતું. સનાતન હિન્દૂ ધર્મનો સૌથી મોટો ઉત્સવની આગામી તા.૨૨ મી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ઉજવણી કરવામાં આવશે. જે ઉત્સવ અંતર્ગત અયોધ્યા ધામ ખાતે સાયકલીંગ કરી ત્યાં પહોંચી શ્રી રામજી ભગવાનના દર્શન કરશે. આ યાત્રાના પ્રસ્થાન પ્રસંગે ભાવનગર મહાનગર પાલિકાના મેયર ભરતભાઈ બારડ, ભાજપ શહેર સંગઠનના પ્રમુખ અભયસિંહ ચૌહાણ સ્થાનિક અગ્રણીઓ અને આગેવાનો તેમજ મોટી સંખ્યામાં લોકો ખાસ ઉપસ્થિત રહી યુવાનોને પુષ્પહાર પહેરાવી અને પ્રોત્સાહિત કરાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઓપન પોરબંદર સી સ્વિમિંગ કોમ્પિટિશન યોજાઇ
February 24, 2025 10:35 AMસોમનાથ મહોત્સવનો આજે સાંજે મુખ્યમંત્રીના હસ્તે પ્રારંભ
February 24, 2025 10:33 AMછોટીકાશીમાં મહાશિવરાત્રીના પર્વે શિવ શોભાયાત્રાનું ભવ્ય આયોજન
February 24, 2025 10:28 AMદ્વારકાઃ ગોમતી નદીના કિનારે અનોખો સાંસ્કૃતિક અને આધ્યાત્મિક અનુભવ
February 24, 2025 10:08 AMચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech